Viral video/ લાઇવ રિપોટિંગ દરમિયાન મહિલા પત્રકારની પાછળ પડી બિલાડી, પછી થયું આવું…

સ્કાય ન્યૂઝ અરબિયાના વરિષ્ઠ પત્રકાર લારિસા એઉન બેરૂત પોર્ટ બ્લાસ્ટની તપાસ વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપી રહ્યા હતા, જ્યારે બિલાડીના બચ્ચાએ મહિલાના કોટના બેલ્ટથી રમવાનું શરુ કર્યું. જોકે, આ દરમિયાન પણ મહિલા રિપોટિંગ કરતી રહી.

Videos

લેબનાનની રાજધાની બેરૂતમાં બંદર પર થયેલા વિસ્ફોટમાં તપાસ વિશે માહિતી આપતા એક પત્રકાર સાથે લાઇવ રિપોર્ટિંગ દરમિયાન હ્રદયસ્પર્શી ઘટના બની હતી. અહેવાલ આપતી વખતે, એક સુંદર બિલાડી મહિલા પત્રકાર પાસે આવી અને તેણીનો બેલ્ટ ખેંચવા લાગી.

સ્કાય ન્યૂઝ અરબિયાના વરિષ્ઠ પત્રકાર લારિસા એઉન બેરૂત પોર્ટ બ્લાસ્ટની તપાસ વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપી રહ્યા હતા, જ્યારે બિલાડીના બચ્ચાએ મહિલાના કોટના બેલ્ટથી રમવાનું શરુ કર્યું. જોકે, આ દરમિયાન પણ મહિલા રિપોટિંગ કરતી રહી.

https://twitter.com/LarissaAounSky/status/1339878181969510401?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1339878181969510401%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Farynews.tv%2Fen%2Fadorable-video-cat-interrupts-beirut-journalist%2F

ભલે મહિલા પત્રકારની આ ક્યુટ ફેન બેલ્ટ સાથે રમતી રહી, તેમ  છતાં, તેઓએ કેમેરા પર વાતો કરવાનું ચાલુ રાખ્યું. લાઇવ રિપોર્ટિંગ સમાપ્ત થયા પછી, પત્રકારે પ્રિય ઘુસણખોર પર સ્માઈલ આપતા પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “મારો સૌથી વફાદાર ફોલોઅર”.

https://twitter.com/LarissaAounSky/status/1339939861265047554?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1339939861265047554%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Farynews.tv%2Fen%2Fadorable-video-cat-interrupts-beirut-journalist%2F

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…