Not Set/ રાજકોટ ફાસ્ટટ્રેક કોર્ટમાં મારામારી,આંખમાં મરચાની ભૂકી નાખી કર્યો હુમલો

રાજકોટ, રાજકોટ કોર્ટમાં આવેલા આરોપીના પિતાની આંખમાં મરચાની ભૂકી છાંટી છરી વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં યુનુસ પીપરવાડીયાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપી ફારૂક અને તેના પિતા રજાકભાઇ જામનગરી ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન અચાનક 10થી 15 શખ્સો આવી ચડ્યા હતા અને રજાકભાઇની આંખોમાં મરચાની ભૂકી છાંટી […]

Top Stories Gujarat Others Videos

રાજકોટ,

રાજકોટ કોર્ટમાં આવેલા આરોપીના પિતાની આંખમાં મરચાની ભૂકી છાંટી છરી વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં યુનુસ પીપરવાડીયાની હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાનો આરોપી ફારૂક અને તેના પિતા રજાકભાઇ જામનગરી ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન અચાનક 10થી 15 શખ્સો આવી ચડ્યા હતા અને રજાકભાઇની આંખોમાં મરચાની ભૂકી છાંટી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ બાબતે રજાકભાઇએ જણાવ્યુ હતુ કે ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવ્યા હતા .અને મને બચાવ્યો હતો. જો કે પોલીસે પણ તરત જ આવી પહોંચી હતી અને પિતા-પુત્રને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. હાલ પોલીસે રજાકભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.