- કોરોનાની અસર કુંભના મેળા પર
- તંબુ મર્યાદિત સંખ્યામાં જ બાંધવામાં આવશે
- એમ્બ્યુલન્સ પણ સ્થાપિત કરવાની યોજના પર કામ જારી
- મેળામાં ઊભા કરાશે કોવિંડ સેન્ટર
કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખો દેશ સપડાઈ ગયો છે. અને સરકાર પણ કોરોનાથી લોકોને બચાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે. કોરોનાની મહામારીને કારણે અનેક ઘાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર સરકાર દ્રારા પાબંદી લગાડવામાં આવી છે. અને હવે કોરોનાનું સંકટ વિશ્વ વિખ્યાત એવા કુંભના મેળાને પણ લાગી ગયુ છે.
કુંભ મેળાને કોરોનાની અસર જોવા મળી રહી છે. અને કુભના મેળા્ને લઈને સરકાર દ્રારા અનેક તૈયાર શરૂ કરી દેવામાં આવી છે. અને મહામારીના લીધે મેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે લાખો લોકોને સ્નાન કરાવવામાં આવશે. તપાસ માટે મેળા ક્ષેત્રમાં જ 3 મોટા કોવિડ સેન્ટર ઉભા કરાશે. પ્રથમ વખત સામાન્ય ઘાટની સાથે આર્ટિફિશિયલ ઘાટનો પણ પ્રયોગ થશે. અસ્થાયી રૂપે પ્લાસ્ટિકથી બનેલા આ ઘાટ પર સુરક્ષા માટે ડીપ વોટર બેરિકેડિંગ થશે. પ્રત્યેક બેરિકેડિંગ ચાર મીટરના દાયરામાં રહેશે.જેમાં પાણીનુ સ્તર મહત્તમ ચાર ફૂટનુ રહેશે. જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિતપણે સરળતાથી સ્નાન કરી શકે.મેળા ક્ષેત્રને જોડવા માટે આ વખતે 3 સ્થળો પર માત્ર 5 અસ્થાયી લિંક પુલ બનાવવામાં આવશે.કુંભ મેળામાં પુલ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં તેના નિર્માણ જરૂરી છે. કોરોના સંક્રમિતો માટે પાર્કિંગ ક્ષેત્રમાં સીસીસી પણ બનાવવાની તૈયારી છે.

કુંભનુ મુખ્ય આકર્ષણ સેકડો વર્ગમીટરમાં લગાવેલા તંબુઓના શિબિરોમાં રહે છે. જેમાં પ્રશાસન, પોલિસ, યાત્રી, વીઆઈપી, હોસ્પિટલ અને અખાડાના લોકો રહે છે. પરંતુ આ વખતે કોરોનાને લીધે તંબુ મર્યાદિત સંખ્યામાં જ બાંધવામાં આવશે. જો કે, સરકારે જણાવ્યુ હતુ કે, અખાડાના તંબુઓ પર મેળા ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહીં. ઘાટ પર પ્લાસ્ટિકથી બનેલા પાણી પર તરતા રેસ્ક્યુ સ્ટેશન બનાવાશે. જેના પર પોલિસ, મરજીવા, લાઈફ બોટ, વગેરેની વ્યવસ્થા રહેશે. વોટર એમ્બ્યુલન્સ પણ સ્થાપિત કરવાની યોજના પર કામ જારી છે.
#CoronaUpdate / રાજ્યમાં કોરોનાની ગતિમાં ઘટાડો, આજે નોધાયા આટલા નવા કેસ
મિશન બંગાળ / બંગાળામાં શાહની ઘમાકેદાર એન્ટ્રી, મમતા સરકારને લાગ્યો મોટો ઝ…
Politics / અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું – CAAના નિયમો બનાવવાન…
કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…
સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…
Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …
રાજકોટ / મુખ્યમંત્રી રૂપાણી કરશે આવતીકાલે 1200 કરોડના ખર્ચે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
