Suspended/ અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડમાં PI સહિત સાત પોલીસમેન સસ્પેન્ડ

અમદાવાદના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ

Top Stories Ahmedabad
abd

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ:
અમદાવાદનાં ચકચારી રૂ.65 લાખનાં તોડકાંડનો મામલો
વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ
વસ્ત્રાપુરનાં તત્કાલીન PI વાય.બી.જાડેજાને અપાયું પાણીચું
એક PSI અને 5 પોલીસમેન થયા સસ્પેન્ડ
ક્રાઇમબ્રાંચની ઇન્કવાયરી બાદ પોલીસ કમિશ્નરનું પગલુ
એક IPS અધિકારીને બચાવી લેવાયા
તોડકાંડમાં કોણ સામેલ છે આ IPS અધિકારી?
અમદાવાદમાં ગાજયો હતો રૂ.65 લાખનો લાંચકાંડનો મામલો
કોલસેન્ટર કૌભાંડમાં બે વખત લેવાઇ હતી લાંચ
કોલસેન્ટર કૌભાંડ સંબંધે રૂ.30 લાખ,રૂ.35 લાખ લેવાયા હતા
પોપ્યુલર પ્રકરણ પણ પોલીસોને નડી ગયું
અમદાવાદનાં IPSને બચાવી લેવામાં કોની ભૂમિકા?

અમદાવાદના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલ મળી કુલ સાત જણાને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે બે મહિના પહેલા એસજી હાઇવે પરથી બે વ્યક્તિને પકડી પહેલા રૂ. 30 લાખનો અને બાદમાં રૂ. 35 લાખ એમ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી આઇપીએસ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.

Corona Virus Alert / બ્રિટનમાં કોરોનાવાયરસનો હાહાકાર, ફલાઈટ પર પ્રતિબંધ…

ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કરાયેલા રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ કેસમાં ચર્ચામાં રહેલા IPS અધિકારીનો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ક્યાંય તેઓની ભૂમિકા નથી બતાવાઈ.સમગ્ર કાંડમાં IPS અધિકારીની ભૂમિકાને દબાવી દેવામાં આવી છે. તોડકાંડ સમયે IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી, જોકે તપાસમાં માત્ર પીઆઇ, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલના જ નામ ખુલ્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…