Smartphone/ દેશમાં Xiaomi અને Samsung એ ટેકઓવર કર્યુ માર્કેટ, ખૂબ વેચાઇ રહ્યા છે સ્માર્ટફોન

આંતરરાષ્ટ્રીય ડેટા કોર્પોરેશન (આઈડીસી) નાં તાજેતરનાં અહેવાલ મુજબ, શાઓમી ભારતીય બજારમાં સ્માર્ટફોન વેચતી સૌથી મોટી કંપની છે. ચીનની ફોન ઉત્પાદક કંપનીએ ઓક્ટોબરમાં 55 લાખ સ્માર્ટફોન મોકલ્યા છે….

Tech & Auto

આંતરરાષ્ટ્રીય ડેટા કોર્પોરેશન (આઈડીસી) નાં તાજેતરનાં અહેવાલ મુજબ, શાઓમી ભારતીય બજારમાં સ્માર્ટફોન વેચતી સૌથી મોટી કંપની છે. ચીનની ફોન ઉત્પાદક કંપનીએ ઓક્ટોબરમાં 55 લાખ સ્માર્ટફોન મોકલ્યા છે. વળી ગયા વર્ષે ઓક્ટોબરમાં, શાઓમીએ લગભગ 39 લાખ યુનિટ્સ મોકલ્યા હતા. જોવામાં આવે તો, શાઓમીને તહેવારોની સીઝનથી ઘણું બધો ફાયદો મળ્યો છે.

સેમસંગ બીજા ક્રમે છે

વળી ઓક્ટોબરમાં સેમસંગ ફોનનાં વેચાણનાં સંદર્ભમાં બીજા સ્થાને રહ્યો છે. સેમસંગે 45 લાખ યુનિટ મોકલ્યા છે. જ્યારે શાઓમીનો માર્કેટ હિસ્સો 24.8 ટકા રહ્યો છે, જ્યારે સેમસંગે 20.6 ટકા માર્કેટ કબજે કર્યું છે. કુલ મળીને, ભારતીય સ્માર્ટફોનમાં 2.1 કરોડ યુનિટ મોકલવામાં આવ્યા છે અને ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 42 ટકાની વૃદ્ધિ થઇ છે.

આ સ્માર્ટફોન સૌથી વધુ વેચાયો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકોને ફોન 8 હજાર રૂપિયાથી લઈને 16 હજાર રૂપિયાનાં સૌથી વધુ ગમી રહ્યા છે. સેગમેન્ટમાં વાર્ષિક 60 ટકાનો વિકાસ થયો છે. વળી રેડમી 9 સૌથી વધુ વેચાણ થતો સ્માર્ટફોન રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ ફોનની પ્રારંભિક કિંમત 8,999 રૂપિયા છે. ફોનમાં 6.53 ઇંચની એચડી + ડિસ્પ્લે, મીડિયાટેક હેલિઓ જી 35 પ્રોસેસર, અને 5000 એમએએચની બેટરી મળે છે.

એપલ મોંઘા ફોનમાં પહેલી પસંદ

રેડમી 9 સિવાય ગ્રાહકોએ રેડમી નોટ 9 અને વીવો વાય 20 ની પણ ઘણી ખરીદી કરી છે. વળી 35 હજાર રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીનાં પ્રીમિયમ સેગમેન્ટમાં એપલ ગ્રાહકોની પહેલી પસંદ બની છે. આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચનારા ફોનો iPhone XR, iPhone 11,  અને OnePlus 8 છે. આપને જણાવી દઇએ કે, કંપની આઇફોન એક્સઆર અને આઇફોન 11 પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Indians / સ્માર્ટફોન ખરીદવામાં પાવરધા ભારતીય, બે મહિનામાં સરેરાશ સવા બ…

Auto / હવે દરેક કારોમાં આપવા પડશે આ સેફ્ટી ફીચર, સરકાર લાવી રહી છે …

Smartphone / VIVO ટૂંક સમયમાં જ નવા સ્માર્ટફોન સિરીઝ કરશે લોન્ચ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…