કોઇ મા-બાપની સેવા કરતો જો આ જમાનામાં જોવામાં પણ આવી જાય તો, લોકો તેને શ્રવણની ઉપમા આપી દે. આ તો ઠીક પણ લોકો એક બીજા સાથે વાત કરતા પણ ઘણી વખત સંભળાઇ કે, તમારા મમ્મી-પપ્પા કોની સાથે રહે છે ? સામે થી પાછો હોંશેહોશે જવાબ પણ મળે કે મારી સાથે….આરે ભાઇ એવુ કહેવું જોઇએ કે હુ મારા મા-બાપ ભેગો રહું છે. પરંતુ સમય બદલાઇ ગયો અને આજે શ્રવણ તો છે પણ કળયુગીયા શ્રવણો જે પોતાનાં મા-બાપને મોતને ઘાટ ઉતારી દેતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે.
delhi / બાબા કા ઢાબાનાં ‘બાબા’ એ ખોલી પોતાની નવી રેસ્ટોર…
સુરતમાં પુત્રએ પોતાનાં જ બાપને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરનાં ડીંડોલી વિસ્તારમાં પોતાની પત્નીને માર મારી રહેલા પુત્રને અટકાવવા જતા ઉશ્કેરાઇ ગયેલા પુત્રએ તેના સગા પિતાનું જ ઢીમઢાળી દીધું.
Coronavirus / બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સ…
મળતી માહિતી પ્રમાણે વાત જાણે એમ છે કે, સુરતમાં ડીંડોલી વિસ્તારમાં એક નરપીશાચ પુત્ર તેની પત્નીને માર મારી રહ્યો હતો. આ દરમિયાન પત્નીને માર મારનાર દીકરાને અટકાવવા તેના પિતા વચ્ચે પડ્યા અને વડીલ અને બાપની રુએ પુત્રને માર મારવા બદલ ઠપકો આપે છે, બસ આવી ગઇ પિતા પર આફત અને ખોઇ દીધો જીવ કારણે કે, ઉશ્કેરાયેલા દીકરાએ પોતાના જ પિતાને ચપ્પુના ઘા ઝીંકી દીઘા. પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
