રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સાથે શુક્રવારે દિવ જવા માટે રવાના થશે તથા માટે પહેલા રાજકોટ એરપોર્ટ પર સવારે તેઓનું આગમન થશે. અહીં તેઓ દસ મિનિટ માટે રોકાણ કરશે. આ વખતે તેમની તબિયતમાં કોઈ તકલીફ ઉત્પન્ન થાય તો સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઉપરાંત કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો એક ખાનગી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને તૈયારી માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે રાજકોટમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Bollywood / કોરોનાની અસર ન હોત તો મેં અને આલિયાએ લગ્ન કરી લીધા હોત : રણબ…
રાજકોટના નામાંકિત કાર્ડિયોલોજિસ્ટને સ્ટેન્ડ ટુ રાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે તેમજ બે મેડિકલ સ્ટુડન્ટ્સ પણ તેમની સાથે રહેશે.રાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્નીના બ્લડ ગ્રુપ ને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો ઉપયોગ કરી શકાય તે માટે સિવિલ હોસ્પિટલના ઉપરના ભાગે ટ્રોમા સેન્ટર ખાતે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે.

India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિના આગમન પૂર્વે સ્વચ્છતા, સુરક્ષા વગેરે સધન કરવામાં આવી છે. સમગ્ર કચેરીને સેનેટાઈઝ કરવામાં આવી છે. આજે બપોરે પાંચ વાગ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા હવાઈ રિહર્સલ કર્યું હતું.રાષ્ટ્રપતિ ની રાજકોટ ખાતેની મુલાકાત પૂર્વે ત્રણ હેલિકોપ્ટર રાજકોટમાં આવી પહોંચ્યા હતા.
Covid-19 / દુનિયા આખીને ડરાવતું UK, કોરોનાના નવા પ્રકારથી આખી દુનિયા ડર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
