ગુજરાત/ મેમનગરમાં 21 દુકાનો કરાઇ સીલ, ગંદકી ફેલાવવા મામલે કરાઈ કાર્યવાહી

શહેરમાં મેમનગર વિસ્તારની 21 દુકાનો સામે તંત્રે મોટી કાર્યવાહી કરી. મેમનગર વિસ્તારની 21 દુકાનો સીલ કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ: શહેરમાં મેમનગર વિસ્તારની 21 દુકાનો સામે તંત્રે મોટી કાર્યવાહી કરી. મેમનગર વિસ્તારની 21 દુકાનો સીલ કરાઈ છે. આ તમામ દુકાનોને સીલ કરાતા પહેલા તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. છતાં પણ દુકાનોના માલિકો દ્વારા બેદરકારીભરી કામગીરી થતા તંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું.

મેમનગર વિસ્તારની 21 દુકાનોને તંત્રના તાળા લાગ્યા. તંત્રે આ તમામ દુકાનોને ગંદકી ફેલાવવા મામલે નોટિસ ફટકારી હતી. આ દુકાનો રહેણાંક વિસ્તારમાં આવેલ છે. અને જાહેરમાં ગંદકી ફેલાવવા મામલે તમામ 21 દુકાનો સામે કાર્યવાહી કરાઈ. અત્યારે શહેરમાં ગરમીનો પ્રકોપ છે. હિટસ્ટ્રોકના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. ત્યારે દુકાનો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવાતા શહેરી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. મેમનગર વિસ્તારની આ 21 દુકાનોને ગંદકી ફેલાવવા બદલ પ્રથમ નોટિસ મોકલવામાં આવી. છતાં પણ દુકાનના માલિકોએ નોટિસને અવગણતા ગંદકી ફેલાવવા બાબતે કોઈ પગલા ના લેતા આખરે તંત્રએ લાલ આંખ કરતા તમામ 21 દુકાનો સીલ કરી દીધી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ