અમદાવાદ: બોપલના યુવાન સાથે થઈ ઠગાઈ. યુવાનને લોનની લાલચ આપી પૈસા પડાવવામાં આવ્યા. યુવાને સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ લોન લેવા પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયામાં જાહેરાત જોયા બાદ યુવાને લોન માટે સંપર્ક કર્યો. ત્યારબાદ તેમને લોન આપશે તેવું કહેવામાં આવ્યું. લોનની લાલચે યુવાન પાસેથી થોડા પૈસા લેવામાં આવ્યા જે પરત કરવામાં આવ્યા નહિ. યુવાન સાથે મોટી રકમની લોનની લાલચે પૈસા પડાવવામાં આવ્યા. પૈસા લીધા બાદ આ શખ્સો ફરાર થતા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી.
સોશિયલ મીડિયા આજે એક કરતા વધુ લોકો માટે સંપર્કનું શ્રેષ્ઠ માધ્યમ છે. પરંતુ કેટલીક વખત આ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. લોકો સોશિયલ મીડિયા થકી અવનવી જાહેરાત કરતા હોય છે. કેટલાક લોકો આ જાહેરાતો જોઈને આર્કષાય છે. અને પછી છેતરપિંડીનો શિકાર થાય છે. આવું જ બોપલના યુવાન સાથે બન્યું. બોપલનો યુવાન પણ સોશિયલ મીડિયામાં મોટી રકમની લોન મળશે તેવી જાહેરાત જોઈને આર્કષાયો. લોન લેવા જતા તેની પાસેથી ડાઉન પેમેન્ટને લઈને થોડા રૂપિયા લેવામાં આવ્યા. ત્યારબાદ આ લોકો ફરાર થઈ ગયા. લાંબા સમય સુધી તેમનો સંપર્ક ના થતા યુવાનને છેતરપિંડી થયાનું માલૂમ પડતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે
આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ
