ગણેશ ચતુર્થીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં મોડાસામાં માટીના ગણેશ ની માંગ વધી રહી છે. સંક્રમણ ઘટતાં મળેલી છૂટછાટ બાદ ભક્તો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાનુ મન બનાવી રહ્યા છે. તો મૂર્તિ બનાવનારા લોકોએ પણ આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને માત્ર માટીના ગણેશ બનાવવાનુ નક્કી કર્યું છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓની વચ્ચે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે.. ગણેશ ચતુર્થીના પર્વને મનાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે. દુંદાળા દેવના ઉત્સવ ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસા શહેરમાં માટીના ગણેશની માંગ વધી છે. કોરોના મહામારીમાં મળેલી છૂટછાટ બાદ ભક્તો પોતાના ઘરે માટીના ગણેશનું સ્થાપન કરીને પ્રકૃતિને બચાવવાનું સહિયારું કામ હાથ ધર્યું છે.
ત્યારે ચાલુ વર્ષે સરકારની કોરોના એસ ઓ પી પ્રમાણે 4 ફૂટ સુધીના ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. મોડાસા શહેરના કુંભારવાડામાં રહેતો 23 વર્ષીય યુવક સચિન પ્રજાપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં કારગર છે. મોડાસાનો પ્રજાપતિ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી માટીના ગણેશ બનાવે છે. યુવાને પિતા મહેશભાઈ પ્રજાપતિને ગત વર્ષે માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા છે. ત્યારે બાળપણથી માટીના ગણેશ બનાવતા પરિવારની પરમ્પરા આજે 23 વર્ષીય યુવાને જાળવી રાખી છે. સચિન દ્વારા ગણેશ ચતુર્થી પહેલા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશની 150 થી વધુ મૂર્તિ બનાવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નહિ બનાવીને માટીના ગણેશ બનાવવામાં માહિર એવો સચિન આજે નાની ઉમ્મરે મોડાસા શહેર માટે પ્રકૃતિને નુકશાન નહિ કરવા મેસેજ પણ આપે છે.
સચિન પ્રજાપતિએ ત્રણ પેઢીની પરમ્પરાને જાળવી છે ત્યારે તેના દ્વારા એક ફૂટ થી લઇ ચાર ફૂટની મૂર્ત બનાવવામાં આવી રહી છે. છેલ્લા બે માસથી દિવસ એક રાત કરીને ગણેશ મૂર્તિ બનાવી રહ્યો છે. તે કહે છે કે મોડાસા શહેરવાસીઓ પણ માટીના ગણેશ માટે માંગ કરી રહ્યા છે. કુદરતને થતા નુકશાનને ટાળવા માટેના પ્રયાસમાં શહેરવાસીઓના સહયોગથી ઉત્સાહનો સંચાર થયો છે. ત્યારે યુવાન પાસે માટીના ગણેશ લેવા આવતા ભક્તો પણ યુવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે. માધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો આ યુવક આજે માટીના ગણેશ થકી એક ઓળખ પ્રસ્થાપિત કરી છે. ત્યારે 200 રૂપિયા થી લઇ આઠ હજાર રૂપિયા સુધીની મૂર્તિ તે બનાવી આપે છે. ત્યારે ભક્તો પણ ઉત્સાહ સાથે માટીના ગણેશ લઇ જઈને પોતાના ઘરે સ્થાપન કરશે.
કોરોના મહામારી બાદ કેટલાક નિયમો સાથે ગણેશ ચતુર્થીના મહોત્સવ મનાવવા મંજૂરી મળી છે. ત્યારે માટીના ગણેશનું સ્થાપન કરી દુંદાળા દેવનું પૂજન અર્ચન લોકો કરે તે જરૂરી છે.
તાલિબાનના સંકટ વચ્ચે / પંજશીર ઘાટીનું યુદ્ધ તીવ્ર તાલિબાન-અલ-કાયદાની સાથે
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો રિપોર્ટ / તાલિબાનોના હાથમાં આવેલા અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂખમરાની સ્થિતિ
