Murder/ સાવધાન ઇન્ડિયા જોઇને બનાવ્યો આવો પ્લાન, હત્યા કર્યા બાદ રચ્યું આવું તરકટ

હત્યાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે આ કેસમાં ત્રણ છોકરાઓની ધરપકડ કરી હતી. છોકરાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 19 વર્ષિય જગદીશે 17 વર્ષીય કિશોરીને 20 હજાર રૂપિયા આપ્યા હતા.

Gujarat Others

દાહોદ જિલ્લાના નાનીસારસી ગામે અમદાવાદ-ઇન્દોર હાઈવે પરથી મંગળવારે એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનને જીવતો સળગાવી દેવાયો હતો. એલસીબીની 3 દિવસની તપાસ બાદ 17, 15 અને 14 વર્ષના સગીર છોકરાની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આઠ મહિના પહેલા યુવકે વ્યાજે 20 હજાર રૂપિયા લીધા હતા. આ પૈસા ન આપતાં ત્રણેય મળીને યુવકની હત્યા કરી હતી. સાવધાન ઇન્ડિયા જોઈને ત્રણેયએ તે યુવાનની હત્યા કરવાની યોજના બનાવી હતી.

મળતી માહિતી મુજબ, દાહોદ શહેરના નાનાડબગરવાડ વિસ્તારમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મંગળવારે 19 વર્ષીય જગદીશ દેવડાની લાશ મળી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે આ કેસમાં ત્રણ છોકરાઓની ધરપકડ કરી હતી. છોકરાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 19 વર્ષિય જગદીશે 17 વર્ષીય કિશોરીને 20 હજાર રૂપિયા આપ્યા હતા.

આઠ મહિના પછી પણ તેણે આ પૈસા પાછા આપ્યા નહીં. જ્યારે પણ તે પૈસા માંગતો  ત્યારે કિશોર કોઈ બહાનું બનાવીને જતો રહેતો હતો. અંતે કિશોરે સાવધાન ઇન્ડિયા એપિસોડ જોઈને યુવકની હત્યાનું કાવતરું રચ્યું હતું. 17 વર્ષીય કિશોરે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેણે તેના 15 અને 14 વર્ષના બે મિત્રો સાથે મળીને એક હથોડી અને તલવાર વડે જગદીશની હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે તેનું શરીર સળગાવી દેવામાં આવ્યું.

એલસીબી પીઆઈ બી.ડી.શાહે જણાવ્યું હતું કે આરોપી સાથે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘હમ નહીં સુધરેગે’, હવે આ કન્વીનરની બર્થ-ડે પાર્ટીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો : દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો : મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…