Cricket/ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, રિષભ પંત આઉટ, જાણો કેટલો છે સ્કોર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે….

Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પહેલા દિવસની રમતનાં અંતે, ભારતીય ટીમે બેટિંગ દરમિયાન એક વિકેટ ગુમાવીને 36 રન બનાવ્યા હતા.

આ પહેલા, ટીમ ઈન્ડિયાનાં બોલરોનાં શાનદાર પ્રદર્શનની સામે ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેનોએ સંપૂર્ણ રીતે પોતાના હથિયાર મુકી દીધા હતા અને કાંગારૂ ટીમ માત્ર 195 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તાજેતરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 60 ઓવર બાદ 176/5 છે. છેલ્લી વિકેટ રિષભ પંત રૂપે ગઇ છે. રિષભ પંતે 40 બોલમાં 29 રન બનાવ્યા હતા. ક્રિઝ પર અત્યારે અજીક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યા છે.

ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ઓફ સ્પિનર ​​આર અશ્વિને સાત વિકેટ લીધી હતી. આ સિવાય ડેબ્યુટન્ટ મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમત ટીમ ઈન્ડિયાનાં બોલિંગ વિભાગનાં નામ પર રહી હતી, પરંતુ વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી રહેલા અજિંક્ય રહાણેને પણ તેમના બોલરોનો હોશિયારીથી ઉપયોગ કરવાનો શ્રેય મળવો જોઈએ. ભારતનાં પૂર્વ ધૂંઆધાર ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે પણ પહેલા દિવસની રમત બાદ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પ્રશંસા કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો