@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ
વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં કુરગામમાં રહેતા ભાજપ તાલુકા પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલનાં લગ્ન નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી રાખવામાં આવી હતી. આ ઓરકેસ્ટ્રા પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી.

આ વાતની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસ દ્વારા રેડ કરતા ખૂબ સેંકડોની સંખ્યામાં ભીડમાં લોકો નાંચતા નજરે પડ્યા હતા. ધરમપુર પોલીસે કોવિડ-19 નાં જાહેર નામાનું ભંગ તેમજ વધુ ભીડ ભેગી કરવા બદલ કેતન વાઢુ તેમજ અન્ય 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી, પરંતુ પાર્ટીનાં પ્રેસરનાં કારણે પોલીસે આરોપીઓની હજી અટકાયત કરી નથી.

ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવાની તાપીની ઘટના બાદ આ બીજી એવી ઘટના જ્યાં લોકો ખૂબ મોટા લગ્ન પ્રસંગમાં નાંચતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પર કોઈ પગલા ન લેવાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. આમ લોકો પાસે માસ્કનાં 1000 રૂપિયા દંડ વસુલાતો હોય છે પરંતુ ભાજપનાં નેતા ઓ પર કોઈ પણ કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી ઉપર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
