Political/ ‘Go Corona Go’ બાદ હવે અઠાવલેએ નવા સ્ટ્રેનને લઇને આપ્યું આ સૂત્ર

‘ગો કોરોના ગો’ નાં નારા આપનારા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે ફરી એકવાર તેમના નવા નારાને કારણે ચર્ચામાં છે, તેમનું નવું સૂત્ર ‘No Corona, Corona No’ છે…

India

‘ગો કોરોના ગો’ નાં નારા આપનારા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે ફરી એકવાર તેમના નવા નારાને કારણે ચર્ચામાં છે, તેમનું નવું સૂત્ર ‘No Corona, Corona No’ છે, જણાવી દઇએ કે, અઠાવલેએ નવુ સૂત્ર કોરોના વાયરસનાં નવા સ્ટ્રેન માટે છે. તેમણે કહ્યું કે હવે કોરોના સંક્રમણ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે, તેથી મેં કહ્યું ‘ગો કોરોના, કોરોના ગો’ પરંતુ હવે આપણે નવો સ્ટ્રેન નથી ઇચ્છી રહ્યા, એટલે મેં કહ્યું ‘No Corona, Corona No’.

Ramdas Athawale coins new slogan for COVID-19 variant as 'Go Corona Go' becomes passé

અઠાવલેએ કહ્યું કે, કોરોના સંક્રમણ દરેક જગ્યાએ પહોંચી શકે છે, તે મારા સુધી પણ પહોંચ્યું છે અને મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે ખૂબ બેકાર અને જોખમી છે, હવે તે ન તો નવું સ્ટ્રેન ઇચ્છે છે, એટલે મેં કહ્યું ‘No Corona, Corona No’, તમારે બધાએ દિવસમાં એકવાર તે કહેવું જ જોઇએ. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ઓક્ટોબર મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અઠાવલેને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

No corona, corona no': Union Minister Ramdas Athawale coins slogan for new coronavirus strain | India News,The Indian Express

તેમણે ટ્વીટ દ્વારા તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર આપ્યા હતા, જેમાં તેમણે લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ મને ડોક્ટરોની સલાહથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જેઓ તાજેતરમાં જ મારા સંપર્કમાં આવ્યા છે, હું વિનંતી કરીશ કે સાવચેતી રૂપે તમારે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ અને જરૂરી પ્રોટોકોલને અનુસરવા જોઇએ. મારી તબિયત સારી છે, મારા માટે ચિંતા કરશો નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો