Bollywood/ સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ડોક્ટરોએ આપી આ સલાહ

ડોક્ટરોએ અભિનેતાને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા પછી પણ થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. રવિવારે સવારે હોસ્પિટલે કહ્યું હતું કે રજનીકાંતની હાલત સ્થિર છે અને તેમના મેડિકલ રીપોર્ટમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.

Entertainment

સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે તબિયત લથડતાં તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવા છતાં, ડોકટરોએ તેમને સંપૂર્ણપણે બેડ રેસ્ટ પર રહેવાની સલાહ આપી છે. રવિવારે સાંજે એપોલો હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, “પરિસ્થિતિમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને રજનીકાંતને રજા આપવામાં આવી રહી છે.” તેમનું બ્લડ પ્રેશર હવે સ્થિર છે અને તે પહેલા કરતા વધુ સારું અનુભવે છે.

ડોક્ટરોએ અભિનેતાને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા પછી પણ થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. રવિવારે સવારે હોસ્પિટલે કહ્યું હતું કે રજનીકાંતની હાલત સ્થિર છે અને તેમના મેડિકલ રીપોર્ટમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.

રજનીકાંતનું બ્લડપ્રેશર સ્ટેબલ થઈ ગયું છે. સાઉથમાં રજનીકાંતને ભગાવનની જેમ પૂજવામાં આવે છે અને તેઓ સન પિક્ચર્સની તમિલ ફિલ્મ અન્નાથેનું શૂટિંગ માટે 13 ડિસેમ્બરથી હૈદરાબાદમાં છે. થોડા દિવસ અગાઉ ફિલ્મ સાથે સંકળાયેલા ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતાએ પોતાને આઈસોલેટ કરી લીધું હતું. રજનીકાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે ‘દરબાર’માં કામ કર્યું હતું. ‘અન્નાથે’ ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

રજનીકાંત 2021માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રથમ રાજકીય પક્ષ સાથે મેદાનમાં ઝંપલાવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…