સિંગર એ.આર. રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. સિંગરે તેની માતાનો ફોટો શેર કરીને માહિતી આપી હતી કે 28 ડિસેમ્બરે તેની માતાએ વિશ્વને અલવિદા કહ્યુ છે. એ.આર. રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો અને તેઓ હંમેશાં દરેક ખાસ પ્રસંગે તેની માતાને યાદ કરતા જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિમાં, તે તેની માતાને ગુમાવવાનું ખુબજ જ મોટું દુઃખ અને ભાવનાત્મક ક્ષણ છે.
રહેમાનની આ પોસ્ટ પર ચાહકોએ પણ તેની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. યાદ અપાવી દઈએ કે,કરીમા બેગમનું નામ કસ્તુરી હતું, જે પાછળથી બદલવામાં આવ્યું હતું. તે જ સમયે, સિંગરે પણ તેનું નામ દિલીપ કુમારથી બદલીને એ.આર. રહેમાન રાખ્યું છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં રહેમાને તેની માતાની ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે, તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.
— A.R.Rahman (@arrahman) December 28, 2020
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
