Murder/ ગાંધીનગર દહેગામમાં ડબલ મર્ડર, આ કારણે માતાએ કરી બે-બે પુત્રીઓની હત્યા

હત્યા કરવી તે આજકાલ સહજ થઇ ગઇ હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાતમાં રોજને રોજ કોઇને કોઇ શહેર-ગામમાં કોઇને કોઇની હત્યા થવાનાં સમાચારો આજકાલ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતનાં વાર્ષિક ક્રાઇમ રેટમાં

Top Stories Gujarat Others
  • ગાંધીનગર દહેગામમાં ડબલ મર્ડર
  • માતાએ કરી બંની પુત્રીઓની હત્યા
  • હત્યા બાદ બંને મૃતદેહો કેનાલમાં ફેંક્યા
  • એકનો મૃતદેહ મળ્યો,એકની શોધખોળ
  • ઘર કંકાસમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું
  • દહેગામના અંત્રોલી ગામની ઘટના

હત્યા કરવી તે આજકાલ સહજ થઇ ગઇ હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાતમાં રોજને રોજ કોઇને કોઇ શહેર-ગામમાં કોઇને કોઇની હત્યા થવાનાં સમાચારો આજકાલ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતનાં વાર્ષિક ક્રાઇમ રેટમાં હત્યાનો ભાગ અનહદ રીતે જોવામાં આવે છે.

પરંતુ હત્યા જ્યારે કોઇ માઁ પોતાનાં સંતાનની કરી નાખે ત્યારે વાત આજે પણ અજુગતી લાગે અને તેનુ કારણ છે કે, માઁ પોતાનાં સંતાનોનાં જીવ માટે પોતાનો જીવ આપી દેવા માટે પણ તૈયાર હોય છે આવામાં માઁ પોતાના સંતાનોની હત્યા કઇ રીતે કરી શકે તે એક કાળજુ કંપાવી દેતો પ્રશ્ન થાય. આવો જ પ્રશ્ન ઉઠી રહ્યો છે ગુજરાતનાં પાટનગર ગાંધીનગર જીલ્લા માંહે…

ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં આંત્રોલીમાં ડબલ મર્ડરની ઘટના પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. નાનકડા દેહગામમાં એક સાથે બે-બે હત્યાનાં સમાચાર વાયુ વેગે આસપાસ પ્રસરી જતા લોકોમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે. અચરજ પમાડતી બાબત એ પણ છે કે, ડબલ મર્ડર એક માતા એ પોતાનાં સંતાનોનાં કર્યા છે અને આ બનવામાં જેટલા મોઢા એટલી વાતો સાંભળવામાં આવી રહી છે.

પ્રાથમીક રીતે પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરનાં દેહગામમાં એક માતાએ તેની બંની પુત્રીઓની હત્યા કરી નાખી હોવાની પુષ્ટી થઇ રહી છે. માતા દ્વારા હત્યા કરી હત્યા બાદ બંને વાલુડી દિકરીઓને મૃતદેહોને કેનાલમાં ફેંકી દેવાની વાત પણ સામે આવી રહી છે. તંત્ર દ્વારા ભારે જહેમત સાથે એક દિકરીનો મૃતદેહ શોઘી કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક દિકરીનાં મૃતદેહની શોધખોળ થઇ રહી છે. સામે આવી રહેલી વિગતો મુજબ ઘર કંકાસમાં એક માતાએ જ પોતાની વહાલસોયી દિકરીઓની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ ઘટના દહેગામનાં અંત્રોલી ગામની હોય, ઘટનાનાં પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…