Not Set/ ફિલ્મ ‘2.0’ નું ટીઝર આ પાવન દિવસે કરવામાં આવશે રિલીઝ….

મુંબઈ રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’ ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. પહેલી વાર ફિલ્મના કારણે રજનીકાંત અને અક્ષય કુમાર ઓનસ્ક્રીન સાથે જોવા મળી રહ્યા છે. મુવીમાં ગ્રાફિક્સ અને ટેક્નિક પર ખુબ જ કામ કરવામાં આવ્યું છે. હાલ જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મનું ટીઝર 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરના […]

Trending Entertainment

મુંબઈ

રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’ ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. પહેલી વાર ફિલ્મના કારણે રજનીકાંત અને અક્ષય કુમાર ઓનસ્ક્રીન સાથે જોવા મળી રહ્યા છે. મુવીમાં ગ્રાફિક્સ અને ટેક્નિક પર ખુબ જ કામ કરવામાં આવ્યું છે. હાલ જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મનું ટીઝર 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુવી 29 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

આપને જાણવી દઈએ કે, પહેલા આ ફિલ્મનું ટીઝર 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. પરંતુ કેરળમાં અચાનક પૂરને કારણે મેકર્સે આ ટાળ્યું હતું. ફિલ્મના નિર્દેશક શંકરના કહ્યા મુજબ રજનીકાંતે જ તેમને કહ્યું હતું કે, હાલ ટીઝર રિલીઝ ન કરવું જોઈએ. જયારે કેરળમાં લોકો હેરાન પરેશાન છે. એટલા માટે રિલીઝ ડેટને આગળ વધારી હતી. હવે આ ફિલ્મનું ટીઝર ગણેશ ચતુર્થી એટલે કે 13 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મૂવીની રિલીઝ ડેટમાં પણ ઘણી વાર ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આ ફીઈલ્મ નવેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવશે. રજનીકાંત અને અક્ષય કુમારના સિવાય આ ફિલ્મમાં એમી જૈક્સન પણ જોવા મળશે.