આગામી દિવસોમાં જ્યારેમહાનગરપાલીકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે એકાએક સરકાર વરસી પડી છે અને 15 માં નાણાપંચની ભલામણ અંતર્ગત રાજ્યની 182 નગરપાલિકા અને સૌરાષ્ટ્રની ચાર સહિતની મહાનગરપાલિકાઓને રૂપિયા 384 કરોડની રકમ ફાળવી છે.સરકારે આ રકમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના હવાલે મૂકી છે અને ફાઈનાન્સ બોર્ડે જે તે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના હવાલે ઓનલાઇન આરટીજીએસ ટ્રાન્જેક્શન દ્વારા મૂકી દીધી છે.

Gujarat / રાજકોટ AIIMSનું કાલે PM મોદી કરશે ઇ-ખાતમુહર્ત, તૈયારીને આખરી…
સરકારના આ નિર્ણયથી રાજકોટ મહાનગરપાલિકાને 20 કરોડ, ભાવનગરને 8.74 કરોડ, જામનગરને 8.33 કરોડ અને જૂનાગઢને 4.33 કરોડ પ્રાપ્ત થશે. 2011ની વસ્તી ગણતરી મુજબ 15 મા નાણાપંચની યોજના પ્રમાણે ફુલ ગ્રાન્ટના 90 ટકા રકમ વસ્તીના આધારે અને 10 ટકા રકમ વિસ્તારના આધારે ફાળવવાની થાય છે. દસ લાખથી ઓછી વસ્તીવાળી 182 નગરપાલિકાને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે અનટાઇડ ગ્રાન્ટ ફાળવી છે અને તેમાંથી સ્થાનિક જરૂરિયાત મુજબના કામો થઇ શકશે.10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોને પયર્વિરણની શુદ્ધતાની કામગીરી માટે અને તેમાં પણ ખાસ કરીને એર પોલ્યુશન દૂર કરવા નાણા વાપરવા ભલામણ કરવામાં આવી છે.આ રકમ હાલ તુરત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામ માટે કરવા જણાવાયુ છે.
Gujarat / તમામ જાહેર પતંગોત્સવ કરાયા રદ્દ, કેબિનેટની બેઠકમાં લેવાયો મહ…
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના એડમિનિસ્ટ્રેટરે આ અંગે તમામ મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં હુકમ કર્યો છે તે મુજબ 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો માટે 810 કરોડ અને 10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરો માટે 728 કરોડ મળીને કુલ રૂ 15.38 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી હતી. તેમાંથી રૂપીયા 384 કરોડ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને ફાળવવામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
