સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીમાં ધકેલતા ચીનની હવે વાસ્તવિકતા સામે આવી છે. એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે કોરોનાથી સંક્રમણ લાગેલા લોકોનાં આંકડા વિશે ચીને વુહાનમાં દુનિયાથી ઘણું છુપાવવામાં આવ્યુ હતું.

ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) નાં અભ્યાસ અનુસાર, ચીનનાં વુહાન શહેરમાં લગભગ 5 મિલિયન લોકોને કોરોનાનું સંક્રમણ થઇ ચુક્યુ છે. આ આંકડો અહીંનાં સત્તાવાર આંકડા કરતા 10 ગણો વધારે છે. વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ચીનનાં આરોગ્ય વિભાગે એપ્રિલ દરમિયાન વુહાન શહેરમાં સીરો સર્વે કર્યુ હતુ, જેમાં જાણવા મળ્યું કે, લગભગ 4.43 ટકા વસ્તીમાં કોરોનાથી સંક્રમણનાં સંકેત છે. સીરો સર્વેમાં કરાયેલા 4.43 ટકા લોકોમાં કોરોનાની એન્ટિબોડીઝ મળી આવી છે. આ અધ્યયનમાં 34,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વુહાન ઉપરાંત, શાંઘાઈ, બીજિંગ તેમજ હુબેઇ, ગુઆંગડોંગ, જિઆંગસુ, સિચુઆન અને લિઓનિંગ પ્રાંતનાં લોકો પર કોરોના સંક્રમણનાં દરનો અંદાજ લગાવવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આંકડાથી 10 ગણા વધુ લોકો કોરોનાથી થયા સંક્રમિત
ચીન શરૂઆતથી જ કોરોનાનાં આંકડા વિશે સમગ્ર વિશ્વથી સત્ય છુપાવી રહ્યું છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે વુહાન શહેરની વસ્તી એક કરોડથી વધુ છે. એટલે કે, સીરો સર્વે અનુસાર, ફક્ત એપ્રિલ સુધીમાં વુહાનમાં 4 લાખ 80 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા હતા. વુહાન શહેરમાં કોરોના ચેપગ્રસ્ત લોકોનો સત્તાવાર આંકડો હવે 50 હજારની નજીક છે. એટલે કે, સત્તાવાર આંકડા કરતા 10 ગણા વધારે, ફક્ત એપ્રિલ મહિનામાં જ લોકોને ચેપ લાગ્યો હતો. ચીનનાં નેશનલ હેલ્થ કમિશનનાં સત્તાવાર ડેટા મુજબ બુધવાર સુધીમાં, ચીનમાં કોરોના વાયરસનાં કુલ કેસ 87,027 છે, જ્યારે આ વાયરસથી 4,634 લોકોનાં મોત નીપજ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
