ગુજરાતની પ્રગતિશીલ અને સંવેદનશીલ સરકાર દ્વારા નવા વર્ષનાં પહેલા જ દિવસે એટલે કે, વર્ષ 2021નાં પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપવામાં આવી છે. સરકાર અને ખાસ કરીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – ST દ્વારા લોકોનો સુખાકારી અને યાતાયાત સગવડોને ધ્યાનમાં રાખીએક સાથે 1000 નવી બસો ખરીદશે તેવી જાહેર કરવામાં આવી છે.

સીએમ રૂપાણી દ્વારા નૂતન વર્ષ 2021ના પ્રથમ દિવસે નાગરિકો માટે ભેટ આપવામાં આવી હોય તેવી જાહેર કરવામાં આવી છે. આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં આ તમામ 1000 બસો મુકાશે. આપને જણાવી દઇએ કે સલામત સવારી ST અમારીનાં મોટો સાથે
સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન માટે 1000 બસોની ખરીદી સામાન્ય લોકોનાં અનેક પરિવહન પ્રશ્નોનો ઉકેલ આણી દેશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કરવામાં આવેલી 1000 બસોની ખરીદીની જાહેરમાં આ તમામ 1000 નવી બસોની સાથે સાથે 50 ઇ-બસ પણ સરકાર દ્વારા લોકોની સેવામાં મુકવાની પણ સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે. ઉલ્લેખનીયી છે કે, આજે સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફર્ન્સ દ્વારા 5 બસ મથકો તેમજ 1 વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું અને 10 નવા નિર્માણ થનારા બસ મથકોનું ખાતમુહૂર્ત પણ કર્યુ હતું.
જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – રાજ્યમાં 1000 નવી બસો ખરીદી કરી સેવામાં મુકાશે | New Buses | GSRTC
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
