ગમખ્વાર અકસ્માત/ ખેડામાં રાત્રે કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતનાં સમાચાર સામે આવે છે, ત્યારે ગત રાત્રિએ ખેડામાં એક ગંભીર અકસ્માત થયો હતો. જેમા કુલ 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.

Gujarat Others
ખેડા અકસ્માત
  • ખેડામાં રાત્રે અકસ્માતમાં 5 લોકોનાં મોત
  • કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • કપડવંજ નડિયાદ રોડ પર બની દુર્ઘટના
  • કારમાં સવાર 5 વ્યક્તિઓ પૈકી 4ના મોત
  • 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ થયા મોત
  • ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન થયું મોત

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતનાં સમાચાર સામે આવે છે, ત્યારે ગત રાત્રિએ ખેડામાં એક ગંભીર અકસ્માત થયો હતો. જેમા કુલ 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.

આ પણ વાંચો – વધુ એક મુસિબત / તૈયાર રહો વધુ એક ઝટકા માટે, આવતા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી

આપને જણાવી દઇએ કે, કપડવંજ નડિયાદ રોડ ગત રાત્રિએ સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક શખ્સને સારવાર અર્થે કઠલાલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આમ આ અકસ્માતમાં કુલ 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જણાવી દઇએ કે, કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, અને જોતજોતામાં કાર આ અક્સ્માતમાં કૂચ્ચો થઇ ગઇ હતી. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં હાજર લોકોમાંથી 4 લોકોનાં મોત થયા હતા. આ કરુણ ઘટના બની ત્યારે રોડ પૂરી રીતે બ્લોક થઇ ગયો હતો. આ અકસ્માત કેટલો ભયાનક છે તેનો અંદાજો સ્વીફ્ટ કારની હાલત જોઇને સમજી શકાય છે. આ અકસ્માતમાં બે મૃતકત સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાનાં બાબાજીપૂરાનાં છે. જ્યારે અન્ય બે મૃતક અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકાનાં ચેજરા અને વસવલિયાનાં હોવાનુ સામે આવી રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…