કોરોના મહામારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે વધુ એક મુસિબત સામે જ આવી રહી છે. જી હા, દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડરથી લઈને ખાણી-પીણીની ચીજવસ્તુઓની વધતી કિંમતો વચ્ચે સારવાર લેવી પણ મોંઘી થઈ શકે છે.
આ પણ વાંચો – Bipin Rawat Death / CDS રાવત અને તેમની પત્નીના શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, કાલે મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે
કોરોના મહમારીમાં જોબ લોસ્ટ આ સમાચાર હવે તમને સામાન્ય લાગતા હશે પરંતુ હવે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે તમારી સેહત સાથે સંબંધિત છે. સામાન્ય નાગરિક પહેલા જ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, ખાનગી હોસ્પિટલો સારવારનો ખર્ચ વધારવાનાં મૂડમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, આગામી વર્ષથી તબીબી સારવાર વધુ મોંઘી બની શકે છે કારણ કે, અપોલો અને ફોર્ટિસ સહિતની મોટી ખાનગી હોસ્પિટલો વધતા ખર્ચ વચ્ચે સારવાર પેકેજ દરમાં 5-10% વધારો કરવાનું વિચારી રહી છે. અત્રે એ નોંધનીય છે કે, આ હોસ્પિટલો રોકડ ચૂકવણી કરતા દર્દીઓ માટે કિંમત વધારવાનું વિચારી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોનાં અધિકારીઓએ અંગ્રેજી વેબસાઈટ ET ને જણાવ્યું હતું કે, 2021-22નાં અંત સુધીમાં પેકેજ દરોમાં સુધારો થવાની શક્યતા છે. ફોર્ટિસ હેલ્થકેરનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નોંધપાત્ર ઓવરહેડ્સ (કંપની સાથે જોડાયેલા ખર્ચાઓ (લાઇટ, ભાડું વગેરે) સાથે મોટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન છીએ. અમે કોરોનાનાં કારણે વધતા મેનપાવર ખર્ચ અને અન્ય કામગીરીને કારણે 2019 પછીની રાહ જોઈ રહ્યા છીએ. ખર્ચથી પ્રભાવિત હોવા છતાં દર્દીઓને સમાન દરે સારવાર આપી રહ્યા છીએ. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને યોગ્ય સમયે પેકેજ ટેરિફ સુધારા અંગે નિર્ણય લઈશું.
આ પણ વાંચો – જર્મનીના નવા ચાન્સેલર / ઓલ્ફ સ્કોલ્ઝ જર્મનીના નવા ચાન્સેલર બનશે, એન્જેલા મર્કેલ 16 વર્ષ પછી વિદાય લેશે
અપોલો હોસ્પિટલ્સે પણ કહ્યું કે, તે કિંમતો વધારવાના વિકલ્પનું મૂલ્યાંકન કરી રહી છે. અપોલો હોસ્પિટલ્સનાં ગ્રૂપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ક્રિષ્નન અખિલેશ્વરને જણાવ્યું હતું કે, સ્વચ્છતા, ઉપભોક્તા, માનવ સંસાધન અને સામાન્ય મોંઘવારીનો ખર્ચ અમારા માર્જિનને ખાઈ રહ્યો છે, તેથી અમુક સમયે અમારે ખર્ચને પાર કરવો પડશે અને સારવાર દર વધારવો પડશે. ક્રિષ્નને જણાવ્યું હતું કે, 5% નો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સામાન્ય રીતે આદર્શ છે, પરંતુ આ વખતે તે થોડો વધારે હોઈ શકે છે. હોસ્પિટલનો ખર્ચ વધી ગયો છે.
