ગુજરાતમાં સૌથી વધુ જે કારણે મોત થતા હશે તે કદાચ રોડ અકસ્માત જ હશે, જો કે આ વર્ષના સરકારી આંકડા સામે આવ્યા નથી, પરંતુ જે રીતે ગુજરાતમાં રોજને રોજ એક સાથે અનેક લોકોના અકસ્માતે મોત નોંધવામાં આવી રહ્યા છે તે પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે, ગુજરાતનાં રોડ અકસ્માતનો મૃત્યુ આંક ખુબ જ મોટો છે. રોજને રોજ કોઇને કોઇ ગમખ્વાર અકસ્માતમાં એક કે એક કરતા વધારે જીવ ગુજરાતના લોકો ગુમાવી રહ્યા છે.
Accident: મહીસાગરમાં લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને કાર ચાલ…

મહીસાગરનાં લુણાવાડામાં ગત રાત્રે મામલતદારની ગાડીને ગમખ્વાર અકસ્માત નડતા, લુણાવાડા મામલદાર સહિત ડ્રાઇવરનું મોત નિપજ્યા, તો સાથે સાથે ગોંડલ પાસે પણ રોડ પર મોતનું તાંડવ જોવામાં આવ્યું અને ત્રણ-ત્રણ લોકો જીવતા ભૂંજાઇ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં આગ લાગી અને કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોની ચીચીયારીઓ શિયાળાની ઠંડીને પણ હચમચાવી નાખી હતી.
માવઠું: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આ…

ગમખ્વાર અકસ્માતની આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકામાં ગમખ્વાર અકસ્માત નોંધવામાં આવ્યો. ગોંડલ તાબેના બિલિયાળા ગામનાં પાટિયા પાસે નેશનલ હાઇવે NH-8 પર બનેલી આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જોરદાર ટક્કર બાદ અચાનક કારમાં આગ લાગી અને કપાસનો ભરેલો ટ્રક આગને મોતનાં મંજરે સુધી લઇ જવામાં નિમીત બન્યો. જોત જોતામાં બંને વાહનોમાં આગ લાગી અને અકસ્માતમાં અકસ્માતે લાગેલી આગમાં 3 લોકો જીવતા સળગી જતા મોત નિપજ્યા, અકસ્માત સમયે હાજર લોકો મોતનો નજારો જોવા સિવાય કશુ પણ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, ગોંડલ ફાયરબ્રિગેડની ટીમ વહેલી તકે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મોતએ પોતાનું તાંડવ બતાવી દીધુ હતું અને ગોઝારો અકસ્મત અંજામ લઇ ચૂક્યો હતો.
જુઓ આ વીડિયો અહેવાલ સંપૂર્ણ વિગતો સાથે – Rajkot: ગોંડલ ખાતે ગમખ્વાર અકસ્માત | Accident |
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
