Rajkot/ એક પણ હોસ્પિટલ સીલ થશે તો એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ નહીં કરાય, IMAની ચીમકી

રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ કાંડમાં છ જણા જીવતા ભૂંજાઈ ગયા બાદ ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ફાયર વિભાગે એક બાદ એક હોસ્પિટલોને એન.ઓ.સી. રીન્યુ

Top Stories Gujarat
1

ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ

રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ કાંડમાં છ જણા જીવતા ભૂંજાઈ ગયા બાદ ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ફાયર વિભાગે એક બાદ એક હોસ્પિટલોને એન.ઓ.સી. રીન્યુ કરાવવા માટે નોટિસો પાઠવી હતી અને જે લોકોએ રીન્યુના કર્યું હોય તેઓની હોસ્પિટલલો સીલ કરવામાં આવી રહી છે.આ મુદ્દે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને મળી અને ઉગ્ર રજૂઆત કરી અને ચીમકી ઉચ્ચારી હતી. આઇઆઇએમએના સભ્યોના જણાવ્યા પ્રમાણે રાજકોટની હોસ્પિટલ હવે સીલ થશે તો તમામ હોસ્પિટલમાં તેઓ કોઈ પણ દર્દીને દાખલ નહીં કરે. ફાયર વિભાગે તેમની વાતચીત સાંભળી અને વિચારણા કરી અને જવાબ આપવા માટે સમય માંગ્યો છે.

BHARUCH / ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભા…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આઇએમએ ના પ્રમુખ ડોક્ટર જય ધીરવાણી એ જણાવ્યું હતું કે ફાયરસેફ્ટીના અપૂરતા સાધનોને કારણે તંત્ર દ્વારા એન.ઓ.સી રીન્યુ કરવામાં આવતી નથી. પંદર દિવસના ટૂંકા ગાળા માં ફાયર સેફ્ટીના સાધનો કે વ્યવસ્થા ન થાય તો હોસ્પિટલો સીલ કરવાની નોટિસ તબીબોને પ્રાપ્ત થઇ રહી છે.આ પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે રીતનું આવેદન તેઓએ ફાયર વિભાગને સુપ્રત કર્યુ હોવાનું જણાવ્યું હતું.

નિધન / દલિતોના મસીહા પૂર્વ ગૃહ મંત્રી બુટા સિંઘનું 86 વર્ષની વયે નિ…

આ આવેદન અંતર્ગત 30 વર્ષથી જૂની હોસ્પિટલોમાં નવા સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા શક્ય નથી.40 હજાર લિટર જેટલો પાણીનો ટાંકો 15 દિવસમાં બનાવો પણ શક્ય નથી ઉપરાંત અનેક નાની હોસ્પિટલો કોમ્પ્લેક્સમાં આવેલી છે જેમાં અન્ય દુકાનો પણ હોય છે તેઓ ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન કરે તો બિલ્ડિંગને ફાયર એનઓસી મળી શકે તેમ નથી.માટે આ મામલે તથા યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન હતી તેઓએ માગણી કરી છે.

Scam / કરોડોનાં કૌભાંડની તાપસમાં દાળમાં કાળું !…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…