Cricket/ ગાંગુલીની તબિયત સ્થિર, ડોક્ટરે કહ્યુ- ક્રિટિકલ હતુ બ્લોકેજ

બીસીસીઆઈનાં પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ઘરેલુ જીમમાં ટ્રેડ મિલ કરતા સમયે છાતીમાં હળવી તકલીફ થયા બાદ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

Sports

બીસીસીઆઈનાં પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ઘરેલુ જીમમાં ટ્રેડ મિલ કરતા સમયે છાતીમાં હળવી તકલીફ થયા બાદ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રારંભિક એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. એન્જીયોપ્લાસ્ટીની સફળતા પછી, તેમની સ્થિતિ જોખમની બહાર છે.

ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે આ માહિતી આપી હતી. આ 48 વર્ષીય પૂર્વ ક્રિકેટરની હાલત હાલમાં સ્થિર છે. વુડલેન્ડ્સ હોસ્પિટલનાં ડોક્ટર સરોજ મંડલે જણાવ્યું હતું કે, પ્રારંભિક એન્જીયોપ્લાસ્ટીમાં, ધમનીઓમાં આવેલા અવરોધની સારવાર કરવામાં આવે છે, જેનાથી હૃદયમાં લોહીનાં પ્રવાહને સુધાર થાય. તેમની ત્રણ ધમનીઓમાં અવરોધ મળ્યો હતો જેને દૂર કરવા માટે સ્ટેન્ટ આપવામાં આવ્યું હતું. મંડલે કહ્યું, ‘આગામી કેટલાક દિવસોમાં તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. આગળ શું કરવું, તેમની સ્થિતિ જોઈને જ નિર્ણય લેવામાં આવશે. તેમના અન્ય ભાગો બરાબર કામ કરી રહ્યા છે અને તેમને આવતા ત્રણ-ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડશે.

તેમણે કહ્યું, “તેમને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI) છે પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે.” તેમના હૃદયમાં ત્રણ બ્લોક્સ મળી આવ્યા હતા. તેમને ડ્યુઅલ એન્ટિ પ્લેટલેટ અને સ્ટેટિન આપવામાં આવ્યા છે. મંડલે કહ્યું, “તે પ્રારંભિક એન્જીયોપ્લાસ્ટી થઇ છે અને હવે ભાનમાં છે.” તેમની સ્થિતિ સ્થિર છે. “જ્યારે હૃદયનાં કોઈપણ ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અથવા બંધ થાય છે ત્યારે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (એમઆઈ) ને સામાન્ય રીતે હાર્ટ એટેક કહેવામાં આવે છે.

દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફોન પર સૌરવ ગાંગુલીની પત્ની ડોના સાથે વાત કરી હતી અને ગાંગુલીની તબિયત વિશે પૂછપરછ કરી હતી. દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી ગાંગુલીની સંભાળ લેવા હોસ્પિટલમાં ગયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટરને મળ્યા બાદ મમતાએ કહ્યું હતું કે તેઓ ઠીક થઇ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો