જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ નાબૂદ થયા બાદ ભારતીય સૈન્યએ ખીણમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી તેજ કરી દીધી હતી. જેના કારણે તેમની સંખ્યા ત્યાં સતત ઘટી રહી છે. આ દરમિયાન રવિવારે સુરક્ષા દળોને કાશ્મીરના કુલગામ જિલ્લામાં મોટી સફળતા મળી છે, જ્યાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં આતંકવાદી પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. આ વિસ્ફોટક આતંકવાદી તરફથી આવ્યો હતો તેની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ખીણના કુલગામ જિલ્લામાં કેટલીક આતંકવાદી પ્રવૃતિઓ થયાના સમાચાર મળ્યા હતા. આ સમયે જમ્મુ કાશ્મીર પોલીસે સેનાના 34 રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આતંકીઓના એક સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ હતો. તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીની પૂછપરછ કરી રહી છે અને તેના સાથીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.આ કેસમાં કુલગામ પોલીસે જણાવ્યું હતું કે તેની ટીમેથી ધરપકડ કરાયેલા આતંકવાદી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આપણે જણાવી દઈએ.કે, પાકિસ્તાન કાશ્મીર ખીણમાં શાંતિભંગ કરવાની કોશિશ ચાલુ રાખે છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે પહેલા કરતાં વધુ જાગૃત છે. જેના કારણે 2020 માં ઘૂસણખોરીના કેસ ત્રણ-ચાર વર્ષમાં સૌથી ઓછા હતા. ઘૂસણખોરી ઓછી થયા પછી, પાકિસ્તાને ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો અને ડ્રગ્સ મોકલવાના ઘણા પ્રયાસો કર્યા હતા, જેને જવાનોએ પણ નિષ્ફળ બનાવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 માં આતંકવાદીઓ વિરુદ્ધ 100 થી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સંગઠનોના 225 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
