Ghaziabad/ ગાઝિયાબાદમાં બનેલી દર્દનાક ઘટનામાં 18 લોકોનાં મોત, CM યોગીએ માંગ્યો રિપોર્ટ

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકના આશ્રિતોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે અને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે, મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકોને તમામ શક્ય સહાય આપવા સૂચના આપી છે.

Top Stories India

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક દુખદ અકસ્માત સર્જાયો છે. અંતિમ વિધિમાં ભાગ લેનારા લોકો પર છત ધરાસાયી થવાના કારણે 18 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવાર ગાઝિયાબાદ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકના આશ્રિતોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે અને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે, મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકોને તમામ શક્ય સહાય આપવા સૂચના આપી છે. સીએમ યોગીએ પણ અધિકારીઓ પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.

અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ ગાઝિયાબાદ જિલ્લા અધિકારી અજયશંકર પાંડે, એસપી કલાનિધિ નૈથાની અને કમિશનર અનિતા સી મેશ્રમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર દયાનંદ કોલોનીમાં રહેતા દયારામનું શનિવારે રાત્રે માંદગીના કારણે અવસાન થયું હતું. રવિવારે પરિવાર તેની અંતિમ વિધી માટે મુરાદાનગર ખાતે સ્મશાન લઇને પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે સબંધીઓ અને સ્થાનિક રહીશો સહિત કુલ 100 લોકો સ્મશાનગૃહ પર પહોંચ્યા હતા. સવારથી વરસાદ પડવાના કારણે લોકો સ્મશાનગૃહમાં બનાવવામાં આવેલી બિલ્ડિંગની અંદર ઉભા હતા. પછી અચાનક જમીન શમી ગઈ અને દિવાલ બેસી ગઈ અને છત તૂટી ગઈ.

આ દુર્ઘટનામાં 40 થી વધુ લોકો દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ચીસો પાડવા વચ્ચે કેટલાક લોકો ભારે મુશ્કેલીથી ભાગ્યા અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ અને પ્રશાસનને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચતાં બચાવ ટીમે લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને તેમને ગાઝિયાબાદ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં વરસાદને કારણે બચાવ કામગીરીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે ગાઝિયાબાદમાં સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…