Stock Market/ કોરોના રસી શેરબબજારમાં લાવી બહાર, સેન્સેક્સ પ્રથમ વખત 48 હજારને પાર…

કોરોના રસીની ખુશખબર શેરબબજારમાં લાવી બહાર, સેન્સેક્સ પ્રથમ વખત 48 હજારને પાર કરી ગયો

Top Stories Business

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ કહ્યું કે આ રસી સંપૂર્ણપણે સલામત છે અને જે લોકો મૂંઝવણમાં છે તે સંપૂર્ણ ખોટા છે.

ભારતમાં બે પ્રકારની કોરોના રસીની મંજૂરી બાદ, જ્યાં સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યાં શેર બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ વધ્યો હતો અને પહેલીવાર તે 48,000 ના સ્તરે પહોંચ્યો હતો. દરમિયાનમાં, ભારત કોરોના રસીકરણ ને લગતી તમામ તૈયારીઓને આખરી  ઓપ અપાઈ રહ્યો છે. સેન્સેકસમાં 240 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસ 48,109 પોઇન્ટને પાર પહોંચ્યો હતો. તો નિફટી 14,098 પોઇન્ટ પર પહોંચ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સહિત તમામ દેશોએ આ પ્રયત્નોની પ્રશંસા કરી છે, પરંતુ ભારતનો વિપક્ષ એક અલગ જ સૂર આલાપી રહ્યો છે.  જલદી રસી મંજુર થઈ અને પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને  અભિનંદન આપતાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેને બીજેપીની રસી ગણાવી અને કહ્યું કે તેઓ આ રાશિ નહિ લે. અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ અખિલેશને ટેકો આપ્યો હતો. સત્ય એ છે કે ભારતમાં મંજૂરી અપાયેલી બે રસી સંપૂર્ણપણે સલામત છે. તમામ નિયમો અને કાર્યવાહીને પગલે રસીકરણને મંજૂરી આપવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓ ફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ રસી સંપૂર્ણપણે સલામત છે અને જે લોકો મૂંઝવણમાં છે તે સંપૂર્ણ ખોટી છે.

ગુલેરિયાના જણાવ્યા મુજબ, જ્યારે આપણે રસી ધ્યાનમાં લઈએ છીએ, ત્યારે સલામતી સર્વોચ્ચ રહે છે. તેથી તે સલામત છે તેની ખાતરી કરવા માટે રસી પરીક્ષણના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પછી જ, માનવો પર પરીક્ષણ શરૂ થાય છે.

બધા પરિણામોની સમીક્ષા કરવામાં આવે છે અને તે પછી જ તેને મંજૂરી આપવામાં આવે છે. તેથી, રસી વિશે કોઈ ગેરસમજ ન હોવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…