સારા ખાન હાલમાં ટીવી શોમા ‘સંતોષ માં સુનાએ વ્રત કથાએ’માં દેવી પોલિમીની ભૂમિકા નિભાવી રહી છે. ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં સારા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે Twist Kamariya સોંગ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સારાનો લૂક જોવા યોગ્ય છે, તેણે ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો છે. અભિનેત્રીના આ વીડિયો પર ચાહકો પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
https://www.instagram.com/p/CJNm4lehYQh/?utm_source=ig_web_copy_link
વીડિયો શેર કરતી વખતે સારા ખાને કેપ્શનમાં લખ્યું – ટ્વિસ્ટ કમરિયા. આપને જણાવી દઇએ કે સારાએ બિગ બોસ 4 માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો છે. આટલું જ નહીં સારા ખાને તાજેતરમાં તેનો મ્યુઝિક વીડિયો ‘હની બની’ લોન્ચ કર્યો હતો. આ ઉપરાંત, તેણે તેની નવી એપ્લિકેશન શરૂ કરી છે, જેના દ્વારા તે શોટ ફિલ્મો, ગીતો, વેબ સિરીઝ અને રિયાલિટી શો પ્રોડ્યુસ કરવાની છે.
https://www.instagram.com/p/CJbGCu4BLla/?utm_source=ig_web_copy_link
જણાવી દઈએ કે સારા ખાને ‘સપના બાબુલ કા..બીદાઈ’, ‘પ્રીત સે બંધી યે ડોરી’, ‘રામ મીલાઈ જોડી’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે 2010 માં રિયાલિટી શો બિગ બોસની ચોથી સીઝનમાં પણ ભાગ લીધો હતો.
https://www.instagram.com/p/CJXwe9QB4Mk/?utm_source=ig_web_copy_link
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
