વિશ્વમાં કોરોનાના ઝડપથી ફેલાવાને રોકવા માટે દેશ એક તરફ લોકોને કડક નિયમોથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ તે લોકોને અટકાવવા માટેના વિવિધ પગલાઓ અંગે પણ જાગૃત કરવા માટે પૂરતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની વચ્ચે પણ, ઘણા લોકો એવા છે જે કોરોના સંક્રમણ લાગ્યાં પછી નિયમોને નેવે મુકતા જોવા મળે છે. ભારતમાં સલમાન ખાનના બન્ને ભાઈઓ સામે ગઈકાલે આ પ્રકારના મુદ્દા પર એફઆઈઆર નોંધાઈ હતી. આ શ્રેણીમાં વિદેશમાં પણ એવા સેલિબ્રિટી છે કે જેની ધરપકડ કરવાની ફરજ પડી છે.

કૃષિ આંદોલન / પંજાબના ભાજપના નેતાઓએ કરી વડા પ્રધાન મોદી સાથે આ વાતચીત…
પૂર્વ મિસ ઇંગ્લેન્ડ ઝારા હોલેન્ડ પર પણ કોરોના વાયરસના નિયમો તોડવાનો આરોપ મૂકાયો છે. હકીકતમાં, તાજેતરમાં ઝારા કોરોના સંક્રમિત થઈ છે. અને રિપોર્ટ મળ્યા બાદ તે તેના બોયફ્રેન્ડ સાથે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે એરપોર્ટ પહોંચતાની સાથે જ ત્યાંના લોકોએ તેને પકડી લીધી હતી.કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ ઝારાને 18 હજાર પાઉન્ડનો દંડ થઈ શકે છે, એટલું જ નહીં, તે જેલમાં પણ જઈ શકે છે. ઝારા બુધવારે કોર્ટમાં હાજર થશે.

Parliament / PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી, આવું …
મળતી માહિતી મુજબ 25 વર્ષીય ઝારા લાંબા સમયથી તેનો 30 વર્ષીય બોયફ્રેન્ડ ઇલિયટ લવને ડેટ કરી રહી છે. આ દંપતી ગયા અઠવાડિયે વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટમાં બાર્બાડોસમાં પહોંચ્યું હતું અને ક્રિશ્ચ ચર્ચ હોટલ ખાતે ક્વરેન્ટાઇન થયું હતું. કોરોનાને કારણે, જ્યારે દરેકની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સમાચાર પ્રાપ્ત થયા બાદ ઝારા એટલી ગભરાઈ ગઈ કે તેણે તે જગ્યાએથી ભાગવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. એ બાબત નોંધનીય છે કે તેને સમયસર ઝડપી લેવામાં આવી છે. હવે તેઓ સંપૂર્ણ રીતે રિકવર ન થાય ત્યાં સુધી તેમને એકાંતમાં રહેવું પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
