આર.ટી.ઓમાં વધુ એક સુવિધા કરવામાં આવી છે. જેને લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત હવે લોકોને આરીટીઓના ધક્કા ખાવા નહીં પડે. શું તમે જોણો છો કે, કેમ આવું શક્ય બન્યું, નહીં તો આવો જાણીએ એવી તો કેવી સુવિધા RTO દ્વારા કરવામાં આવી છે.
ફેસલેસ RTO
આરટીઓના નહીં ખાવા પડે ઘક્કા
લાઈસન્સ માટે નહીં જવું પડે RTO
નાના મોટા કામો હવે થશે ઘરે બેઠા
લાઈસન્સ માટે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં
નાના નાના કામો માટે લોકોને આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. આગામી દિવસોમાં ઘરેથી જ લર્નિંગ લાઈસન્સ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. અત્યાર સુધી 2 વ્હીલરનું પાકું લાયસન્સ ધરાવતા લોકોએ ફોર વ્હીલરના લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ આવીને કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરવી પડતી હતી.જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી પણ ફેસલેશ થઈ ગઈ છે.અરજદાર પોતાની રીતે પણ ઓનલાઇન પ્રક્રિયા પુરી કરી 4 વ્હીલરના લર્નિંગ લાયસન્સની કોપી ઘર બેઠા કાઢી શકે છે.આ ઉપરાંત હેવી વેહિકલનું લર્નિંગ લાયસન્સ અને ડુપ્લીકેટ લાયસન્સ સહિતની કામગીરી પણ ફેસલેશ થઈ ગઈ છે.
ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કામો માટે લોકોએ આરટીઓના વારંવાર ચક્કર કાપવા ન પડે એ માટે સુરત સહિતની આરટીઓમાં લાયસન્સ સંબંધિત કામોને ફેસલેશ કરી દેવાતા આરટીઓમાં લોકોની અવરજવરમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત સહિતની રાજ્યની આરટીઓને પરિપત્ર પાઠવી એન્ડોસમેન્ટની કામગીરી ફેસલેશ કરવા સૂચના આપી હતી.
જુએ સમગ્ર વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – ફેસલેસ RTO
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
