વેરાવળના સિડોકર ગામે આખલાને પેટમાં લોખંડનો સળીયો ભોક્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવાં આવી રહ્યો છે. વિસ્તારની શાંતી અને સુલેહ ભર્યા વાતાવરણમાં આદગ ચાંપવા માટે અસંતુષ્ટો દ્વારા આ ઘટનાને ઘટ આપવામાં આવ્યો હોવની દેહશત જોવામાં આવી રહી છે. અજાણ્યા અસામાજીક તત્વોના નિંદનીય કૃત્યથી પશુ પ્રેમીઓમાં રોષ છે.
પ્રાપ્ત પ્રથમીક જાણકારી પ્રમાણે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સોડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોપી અત્યાચાર કોઈ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે ગૌરક્ષા મહાઅભિયાન સમિતિએ પોલીસવડાને લેખીત રજુઆત કરી ઘટનાની તપાસ કરી આવું નિંદનીય કૃત્ય કરનાર તત્વોને શોધી કાઢી ઝડપી લઇ કડક કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આ ઘટના અંગે જાણવા મળેલી વિગત મુજબ વેરાવળ તાલુકાના સીડોકર ગામે એક અબોલ આખલાના પેટમાં કોઈ એ સળિયો ભોકી દીધો હતો. આ લોખંડનો સળીયો આખલાના પેટની આરપાર નીકળી ગયો હતો. જેથી ગ્રામજનો દ્વારા ઇજાગ્રસ્ત આખલાને પ્રથમ નજીકની શાંતિપરા ગૌશાળાની હોસ્પીટલએ પ્રાથમીક સારવાર આપી વઘુ સારવાર માટે જુનાગઢ કૃષી યુની.ની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આ ક્રુર અત્યાચારની ઘટનાને સાબિતી આપતા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.
આ નિંદનીય ઘટના અંગે અખીલ ભારતીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિના પ્રવિણ રામએ જીલ્લા પોલીસ વડાને લેખીત રજુઆત કરી આખલા પર ક્રુર અત્યાચાર આચરનાર અસામાજીક તત્વોની તાત્કાલિક અસરથી તપાસ હાથ ઘરી ધરપકડ કરી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
