Emergency/ ઉતરાયણ પર એલર્ટ 108, એક દિવસમાં 3100 ઇમરજન્સી કેસોની શક્યતા, ટીમે કરી છે આવી તૈયારી

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે, ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3,100થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા છે ત્યા રાજ્યભરમાં 108ની ટિમ એલર્ટ થઇ ગઈ છે.

Gujarat Others

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે, ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3,100થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા છે ત્યા રાજ્યભરમાં 108ની ટિમ એલર્ટ થઇ ગઈ છે.

ઉતરાયણ પર એલર્ટ 108

ઉતરાયણ પર 108નો એક્શન પ્લાન
દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 રહશે તૈનાત
આ વખતે ઉતરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોધાવાની શક્યતાઓ
ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો
108ના કર્મચારીઓ ઉતરાયણના દિવસે તૈનાત રહશે
2020 કરતા 2021માં 108માં કોલ ઓછા આવશે તેવી આશા
જોકે 2021ની પરિસ્થિતિ પ્રમાણે કેસમાં 16 થી 24 ટકાના વધારાની આશા

ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 24 ટકા અને 15મી જાન્યુઆરીએ 16 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.આ દિવસોમાં સવારે 08 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108 ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ છે.

વર્ષ પ્રમાણે આંકડા જોઈએ

2017- નોર્મલ કોલ – 2802 , ઉતરાયણ ઉપર – 3190 અને વાસી ઉતરાયણ 3007

2018- નોર્મલ કોલ – 2859 , ઉતરાયણ ઉપર – 3527 અને વાસી ઉતરાયણ 3596

2019- નોર્મલ કોલ – 2984, ઉતરાયણ ઉપર – 3467 અને વાસી ઉતરાયણ 3478

2020- નોર્મલ કોલ – 3302 , ઉતરાયણ ઉપર – 3953 અને વાસી ઉતરાયણ 3998

11થી 17 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 41 જેટલાં NGO જોડાતા હોય છે.. દર વર્ષે 1500 જેટલાં કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે.. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. જેઓ યુધ્ધના ધોરણ પક્ષી બચાવમાં કાર્ય કરશે. ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે.

ઉત્તરાયણ પર 108નો એક્શન પ્લાન

ઉત્તરાયણના દિવસે 3,100થી વધુ ઇમરજન્સી કેસની શક્તા
ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ
બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે
ઉત્તરાયણ પર શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન
24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી
સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ
યુધ્ધના ધોરણ પક્ષી બચાવમાં કાર્ય

જુઓ આ વીડિયો અહેવાલ પણ  – ઉત્તરાયણ પર એલર્ટ 108

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…