જાસુસ/ ગુજરાતમાં જાસુસી કરતો પાકિસ્તાનની જાસુસ ઝડપાયો, ISI માટે કરતો હતો કામ

ભારત અને પાકિસ્તાન જ્યારથી અસ્તિત્વમાં આવ્યા ત્યારથી દુષ્મન જ છે એવું કહેવું જરા પણ ગેરવ્યજબી ન કહી શકાય. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે, ભારત કોઇની સળી કરતું નથી અને

Top Stories Gujarat Others

@જય પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ભારત અને પાકિસ્તાન જ્યારથી અસ્તિત્વમાં આવ્યા ત્યારથી દુષ્મન જ છે એવું કહેવું જરા પણ ગેરવ્યજબી ન કહી શકાય. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે, ભારત કોઇની સળી કરતું નથી અને કોઇ દેશન સળી બહુ પ્રમાણમાં સાંખી પણ લેતું નથી અને કદાચ પાછળનાં નિયમને કારણે જ 65 – 71 અને ચાઇના સહિત કારગીલ વોર થઇ હતી. સામે પાકિસ્તાનનાં રોટલા અને ખાસ કરીને પાકિસ્તાની રાજકારણનાં રોટલા પોતાની કંગાળ હાલત અને રાજકીય અસ્થિરતાનાં કારણે ભારતની દુશ્મનીનાં નામે જ શેકતું આવ્યું છે તે જગ જાહેર છે.

પાકિસ્તાન અને પાકિસ્તાનનો કોઇ પણ શાસક હોય, મોકો મળે કે તરત જ ભારતની શાંતી ડહોળવામાં લાગી જાય છે. પૂર્વે પંજાબ(ખાલિસ્તાન) અને હાલ કાશ્મી(ઇસ્લામિક) આતંકવાદ મૂળ રુપે તો પાકિસ્તાનની જ દેન છે તેવું કહી શકાય. પાકિસ્તાન ભારતમાં અનેક આતંકી પ્રવૃતિમાં પૂર્વે પણ સામેલ હતું અને આજે પણ તેના મનસુબા મૂળ તો એવા જ છે. બસ આજ કારણ છે કા, પાકિસ્તાન વારંવાર અને ઓલ ધ ટાઇમ ભારતમાં જાસુસીની જાળ પણ મજબૂત રાખવાના મનસુબા ઘરાવે છે.

આવા જ નાપાક મનસુબા સાથે ભારતની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ગુજરાતમાંથી ઝડપાયો છે. ઇન્ડિયન આર્મીના લખનઉ ખાતેના ઇન્ટેલિજન્સ વિભાગે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ તેમજ અન્ય દેશોમાં આર્મીની માહિતી મોકલવા મામલે ઉત્તરપ્રદેશના બિહુની ગામના નિવૃત સૈનિક સૌરભ ઓમદત્ત શર્માની અટકાયત કરી હતી. તેના ખાતાની સઘન તપાસ હાથ ધરતા તેમાં ગુજરાતનાં ગોધરાના એક યુવાનનું ખાતું મળી આવ્યું હતું.

ગોધરાના યુવાનનાં ખાતામાં પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા પૈસા મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. અને એ પૈસા ગોધરાના અનસ યાકુબ ગીતેલી દ્વારા પણ પાકિસ્તાની જાસૂસી એજન્સીઓના કહેવાથી સૈનિક સૌરભ ઓમદત્ત શર્માના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હોવાનું જણાતાં ગોધરાના અનસ યાકુબ ગીતેલીની ધરપકડ કરાઈ હતી. આ સમગ્ર તપાસ બાદ બહાર આવેલા ષડયંત્રમાં એક માજી સૈનિક તેમજ ગોધરાના અનસ ગીતેલીની ગોધરા એસઓજીની મદદથી ઉત્તરપ્રદેશ એટીએસએ ધરપકડ કરી ટ્રાંજિસ્ટ રિમાંડ મેળવી લખનઉ ખાતે લઈ જવાયો હતો.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…