Emarketplace/ GeM કી નીકલ પડીઃ ઈ-માર્કેટપ્લેસ GeM પોર્ટલે રેકોર્ડ સમયમાં એક લાખ કરોડની ખરીદી હાંસલ કરી

સરકારે જણાવ્યું છે કે સરકારી પોર્ટલ GeM એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિસ પરથી માલ અને સેવાઓની ખરીદી આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

Top Stories India

નવી દિલ્હીઃ સરકારે જણાવ્યું છે કે સરકારી પોર્ટલ GeM એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિસ પરથી માલ અને સેવાઓની ખરીદી આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. સરકારી ખરીદી માટે કેન્દ્ર સરકારનું GeM પોર્ટલ સતત ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે અને તેનો પુરાવો એ હકીકત દ્વારા મળે છે કે GeM પોર્ટલ દ્વારા જાહેર ખરીદી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એક લાખ કરોડને વટાવી ગઈ છે. GeM એ નાણાકીય વર્ષ 2022-23 માં 243 દિવસની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24માં 145 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ વર્ષે સરકારી ખરીદીનો આંકડો કેટલો વધી શકે?

નાણાકીય વર્ષ 2021-22 માં GEM પોર્ટ્સ પરની ખરીદી 1.06 લાખ કરોડ રૂપિયાની હતી. ગયા નાણાકીય વર્ષ દરમિયાન તે રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયો હતો અને આ વર્ષે તે રૂ. 3 લાખ કરોડને પાર કરી શકે છે. સતત વધતી જતી GeM પોર્ટલની સરકારી ખરીદી એ એક સંકેત છે કે લોકો તેના પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને જાહેર ખરીદી માટે આ પોર્ટલનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં સરકારી વિભાગો, મંત્રાલયો, જાહેર ક્ષેત્રના એકમો, રાજ્ય સરકારો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને આ પોર્ટલ દ્વારા વ્યવહારો કરવાની પરવાનગી છે.

GeM પોર્ટલ શું છે

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા સામાન અને સેવાઓની ઓનલાઈન ખરીદી માટે નવ ઓગસ્ટ, 2016ના રોજ સરકારી ઈ-માર્કેટ (GeM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગ્રાહકોને ઓફિસ સ્ટેશનરીથી લઈને વાહનો સુધીની ખરીદીની વિગતવાર શ્રેણી પ્રદાન કરે છે. GeM પાસે 63,000 સરકારી ખરીદદાર સંસ્થાઓ અને 62 લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે જે માલસામાન અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

સરેરાશ GMV નાણાકીય વર્ષ 22-23માં પ્રતિ દિવસ રૂ. 412 કરોડથી વધીને નાણાકીય વર્ષ 23-24માં રૂ. 690 કરોડ પ્રતિ દિવસ થઈ ગયું છે. તેની શરૂઆતથી, GeM એ GMVમાં રૂ. 4.91 લાખ કરોડને વટાવી દીધું છે અને પ્લેટફોર્મ પર 1.67 કરોડથી વધુ ઓર્ડરની સુવિધા આપી છે.

વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે GeMએ નાણાકીય વર્ષ 2022-23માં 243 દિવસની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24માં 145 દિવસમાં આ ‘માઈલસ્ટોન’ હાંસલ કર્યો છે. આ ખૂબ જ પ્રોત્સાહક ગણી શકાય. એવું કહેવામાં આવ્યું છે કે આ ખરીદીમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSE), કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોનું યોગદાન અનુક્રમે 54 ટકા, 26 ટકા અને 20 ટકા રહ્યું છે. વિવિધ મંત્રાલયો અને વિભાગોની પ્રાપ્તિ પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે, GeM પોર્ટલના પ્રાપ્તિના આંકડામાં તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ BRICS/ અટકળો પર લાગ્યો વિરામ! પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત અને વાતચીત

આ પણ વાંચોઃ Russia Ukraine War/ પુતિનની યુદ્ધ ખતમ કરવાની જાહેરાત બાદ યુક્રેન હવે થયું આક્રમક, રશિયા પર ડ્રોન હુમલા

આ પણ વાંચોઃ Chandrayaan 3/ જે ચાંદ પર પહોચ્યું  ભારતનું ચંદ્રયાન-3, તેને પરમાણુ બોમ્બથી ઉડાડવા માંગતું હતું અમેરિકા

આ પણ વાંચોઃ Wagner Chief Prigozhin’s Plane Crashes/ પુતિને કહ્યું ‘હું બળવાખોરોને ક્યારેય નથી ભૂલતો’, વિદ્રોહના બે મહિના પછી વેગનર ચીફ પ્રિગોઝિનનું

આ પણ વાંચોઃ Yevgeny Prigozhin/ પુતિન સામે બળવો કરનાર યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં થયું મોત