સીડનીમાં ભારત-ઔસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચ છેલ્લા દિવસે ડ્રો થવા પામી છે જે મેચ માં ઔસ્ટ્રેલિયાએ ભારતને 407 રન નો લક્ષ્યાંક આપ્યો હતો. જે લક્ષ્યને પૂરો કરવા માટે રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. જેમાં રોહિત શર્માએ 52 રન બનાવ્યા હતા . જે પછી ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ભારતને જીતની આશા જગાવી હતી.
જેમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે 148 રન ની ભાગીદારી કરી હતી. ત્યારે ઋષભ પોતાની કારકીદીની ત્રીજી ટેસ્ટની સદી પૂરી કરવાની રહી જવા પામી હતી. જ્યારે પૂજારા 77 રન બનાવ્યા હતા અને હેજલવૂડની બોલીંગ પર પૂજારા આઉટ થયો હતો. જે પછી રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ મળીને મેચ ડ્રો કરાવી દીધી હતી. ત્યારે ભારતે બીજી પાલીમાં 5 વિકેટે 3૩ 4 રન બનાવી મેચ ડ્રો કરી હતી.
ધમકી / UP ના CM યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની મળી ધમકી…
Ahmedabad / પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત, એક જ દિવસમાં બે પોલીસકર્…
કૃષિ આંદોલન / સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કાઢી આકરી ઝાટકણી, કાયદા પર અત્યારે …
ટીમ ભારત સીડની ટેસ્ટ મેચ માં ઔસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક જીત નોંધવવાથી વંચિત રહ્યું . જેમાં ભારત આ મેચ જીતી ગયું હોત તો ટેસ્ટ ક્રિકેટ ના ઈતીહાસમાં ચોથા દિવસે 407 રન નો લક્ષ્યાંક મેળવીને રેકોર્ડ બનાવી દીધો હોત.
આની પહેલા 1 એપ્રિલ 1976 ના રોજ ૪ દિવસે મોટો રનનો લક્ષ્યાંક નો સફળતા પૂર્વક પૂર્ણ કરી તે રેકોર્ડ ભારતની ટીમે પોતાના નામે કર્યો હતો. જે ૨૭ વર્ષ સુધી રહ્યો હતો. 403 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં 406/4 રન બનાવી ઇતિહાસ રચ્યો હતો.
સિડનીમાં ભારતીય ટીમના રેકોર્ડની વાત કરીએ તો તે સારું રહ્યું નથી. ભારતે અત્યાર સુધી રમાયેલી 13 ટેસ્ટ મેચમાંથી ફક્ત 1 જ જીત મેળવી છે, જ્યારે કાંગારૂઓએ 5 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને પરાજિત કરી છે. આ સિવાય 7 મેચ ડ્રો પર સમાપ્ત થઈ છે.
છેલ્લી વખત ભારતે અહીં –7 જાન્યુઆરી, 2019 ના રોજ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. પરીક્ષણ શ્રેણી હજી 1-1 છે. આવી સ્થિતિમાં, જો ભારત બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ જીતે છે, તો તે બીજી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ મેળવશે. છેલ્લી વખત ભારતે –ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતીને વર્ષ ૨૦૧–-૧–ના પ્રવાસ પર ૨-૧ની હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
