@ભાવેશ રાજપુત, અમદાવાદ.
પત્ની સાથે શાકભાજી લેવા નીકળેલા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં ફરી એકવાર શોક છવાયો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદના રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન થયું હતું તેવામાં અન્ય એક પોલીસ કોન્સ્ટેબલના મોતના સમાચાર સામે આવ્યા છે.
સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે સ્કુટરને ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ પરમાર અને તેમના પત્ની રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના પત્નીની સારવાર ચાલુ છે.
આ બનાવ અંગે યોગેશભાઈના પિતરાઈ ભાઈ નિરવભાઈ બારડે બાઈક ચાલક વિરુદ્ધ એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કોને સોપી કઈ જવાબદારી…..
covid19 / હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
