આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં લીગ રાઉન્ડ હવે પૂર્ણ થઇ ગયા છે. આ સાથે સ્થિતિ પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે સેમીફાઈનલમાં કઇ ટીમ કોની સાથે મુકાબલો કરશે. લીગ રાઉન્ડની સમાપ્તીની સાથે પોઈન્ટ ટેબલ પર ટીમ ઈન્ડિયા પહેલા સ્થાન પર આવી ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા, ઈંગ્લેન્ડ ત્રીજા તો ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર છે. આ સ્થિતિ સ્પષ્ટ થયા બાદ હવે 9 જુલાઇનાં રોજ વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ રમાશે, જેમા ટીમ ઈંન્ડિયાનો મુકાબલો પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડ સાથે માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેંદાનમાં થશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ટીમ ઈંન્ડિયા આ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સાથે બીજી વખત ભીડાશે, આ પહેલાનાં ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલામાં વરસાદ વિઘ્ન કરતા બની જતા મેચ રમાઇ શકી નહોતી. તદઉપરાંત 11 જુલાઈનાં રોજ બર્મિઘમનાં એજબેલ્ટનમાં વિશ્વકપની બીજી સેમીફાઈનલ મેચ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની જોવા મળશે. આ પહેલા લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 64 રનોથી કારમી હાર આપી હતી. આપને જણાવી દઇએ કે, વિશ્વકપ 2019ની ફાઈનલ મેચ 14 જુલાઈનાં રોજ લંડનનાં ઐતિહાસિક મેદાન લોડ્સમાં રમાશે.
The final #CWC19 standings table!
A loss to South Africa in Manchester means Australia finish second on the points table behind India. pic.twitter.com/cIMNDM4utP
— ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામેની મેચમાં પહેલા બેટિંગ કરતા રોહિત શર્માએ 103 રન અને કે એલ રાહુલે 111 રન બનાવી મેચને પોતાના નામે કરી દીધી હતી. આ જીત સાથે ટીમ ઈંન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને પાછળ કરી પ્રથમ સ્થાન મેળવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને દક્ષિણ આફ્રિકા સામે હારનો સ્વાદ ચાખવા મળ્યો હતો, જેના કારણે હવે સ્થિતિ સ્પષ્ટ થતા ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તો ટીમ ઈંન્ડિયાનો મુકાબલો પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
