@સંદિપ જેસડિયા, મંતવ્ય ન્યૂઝ – સાવલી
સાવલી તાલુકાના મંજુસર ગામે 24 વર્ષીય પરિણીતાનો ન્હાતી વેળાએ વિડીયો ઉતારી પરણિતાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ બદકામ કરવાના પ્રકરણમાં બે આરોપી ઓની ભાદરવા પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ભાદરવા પોલીસ મથકે મંજુસર ની 24 વર્ષીય પરણીતાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે તેના પતિ ઈંગ્લીશ દારૂની હેરફેરમાં ભાદરવા પોલીસ મથકે લોકપ માં હતા તે વેળાએ પોતાના પતિના મિત્ર જાહિદ વાઘેલા સાથે ટિફિન આપવા ગઈ હતી ત્યારબાદ પરણિતા ના પતિ ને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલી દેવાયો હતો ત્યારબાદ તે પોતાના ઘરમાં ન્હાતી હતી ત્યારે પોતાના પતિના મિત્ર જાહિદભાઈ રાયસંગભાઈ વાઘેલા રહે મંજુસર તાલુકા સાવલી નાએ પોતે પરણિત હોય અને બે સંતાનનો પીતા એ પરિણીતાનો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેના ઘરે જઈને વિડિયો બતાવી ને બદ કામ કરવાની માગણી કરી હતી તે વેળાએ આરોપી શાહિદની સાથે તેનો મિત્ર દિલીપ તખત સિંહ વાઘેલા રહે મંજુસર પણ સાથે હતો.
બ્લેકમેલ કરીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું જ્યારે તેના મિત્રએ ઘરની બહાર બેસી કોઈ આવી ન જાય તે માટે શરત રાખતો હતો અને ધમકી આપેલી કે જો કોઈને કહ્યું છે તો તારા બંને બાળકોને મારી નાખીશ અને તારા પતિને કાયમ માટે ભુજની જેલમાં બંધ કરાવી દઈશત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચરી ને શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ પરિણીતાનો પતિ જેલ માંથી પરત આવી જતા સમગ્ર હકીકત પોતાના પતિને જણાવતા પરણીતાએ ભાદરવા પોલીસ મથકે આરોપી જાહિદ વાઘેલા અને ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે બંને આરોપી ઑ ને ઝડપી ને મેડિકલ ચેક અપ કરવાની તેમજ કોર્ટ માં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
