Suicide/ રાજકોટમાં પ્રેમ સંબંધને લઈને ગંભીર કિશોરીએ કર્યો આપઘાત

રાજકોટના જુના મોરબી રોડ પર આવેલા વેલાનાથ પરામાં રહેતા જયા કિશોરભાઇ પરમાર નામની કિશોરી આત્મહત્યા કરી હતી. ઘટના સમયે ઘરે કોઈ નહોતું. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો.

Gujarat Rajkot

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરની ઘટના રાજકોટની છે, જ્યાં 15 વર્ષિય કિશોરીએ પોતાને ફાંસી લગાવીને આપઘાત કર્યો છે. શહેરમાં બે દિવસ પહેલા એક સગીરને આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટના જુના મોરબી રોડ પર આવેલા વેલાનાથ પરામાં રહેતા જયા કિશોરભાઇ પરમાર નામની કિશોરી આત્મહત્યા કરી હતી. ઘટના સમયે ઘરે કોઈ નહોતું. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં કિશોરી ઝકાત નાક પાસે આવેલી એક ઇમિટેશન ફેક્ટરીમાં કામ કરતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તેના પિતા કિશોરભાઇ ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. કિશોરીએ આપઘાત કર્યો ત્યારે તેના ઘરે કોઈ જ નહોતું, તેનો નાનો ભાઈ પતંગ ઉડાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે કિશોરીનો લાતી પ્લોટમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ તેના પરિવારજનોને હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો