વિકાસની ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં હત્યા, અપહરણ જેવા ગુનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે અને હવે લોકો સામાન્ય બાબતમાં પણ હત્યા કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ જ પ્રકારનો એક કિસ્સો શહેરના શાહીબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે.
આ અંગે મળેલી વિગતો મુજબ, શાહીબાગ વિસ્તારમાં એક યુવતીની બાબતમાં યુવક પર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે યુવક ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા ત્રણ યુવકો આવ્યા હતા અને તુ સાઇડમાં આવ કહી યુવકને બાજુમાં લઇ ગયા હતા. ત્યારબાદ યુવતી બાબતમાં તકરાર કરી છરી વડે યુવક પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ હુમલા બાદ યુવક લોહીલુહાણ થતા નીચે પટકાયો હતો. આમ છતા હુમલાખોરોએ છરીથી હુમલો ચાલુ રાખ્યો હતો, પરંતુ ત્યારબાદ આજુબાજુના લોકો એકત્રિત થતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
બીજી બાજુ હવે, આ યુવકને લોહીલુહાણ હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
