@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદમાં ખાડિયા માણેક ચોકમાં રહેતી 35 વર્ષીય મહિલાએ યુવક વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉત્તરાયણની રાતે 10 વાગે મહિલા પોતાનાં ઘરના દરવાજે ઉભી હતી તે સમયે રાકેશ નામનાં યુવકે આવીને મહિલાનો હાથ પકડીને.” હું તને પ્રેમ કરૂ છુ તારે શુ કરવાનું છે? મારી સાથે આવવાનું છે કે કેમ ? તેવુ કહીને છેડતી કરી હતી..મહિલાએ યુવકને જતા રહેવાનું કહેતા યુવકે ગાળાગાળી કરી હતી.. તે સમયે મહિલાનો પતિ ત્યા આવી જતા યુવકે મહિલાનાં પતિને “બહાર આવીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી જતો રહયો હતો…જેથી મહિલાનાં પતિએ પોલીસને જાણ કરતા ખાડિયામાં રાકેશ નામનાં શખ્સ વિરૂધ્ધ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ હતી..
ખાડિયા પોલીસે આ મામલે પંડીતજીની પોળ સારંગપુરમામં રહેતા રાકેશ નામનાં શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે..અમદાવાદમાં એક જ દિવસમાં બે પરિણીત મહિલાઓ સાથે છેડતીની ધટનાઓ બની છે..હાલતો પોલીસે આ મામલે આરોપીને જેલનાં સળીયા પાછળ ધકેલવા તજવીજ હાથ ધરી છે..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…