વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં દેશની સાથે સાથે ગુજરાત પણ ભાગીદાર બનવા જઈ રહ્યું છે.આજથી દેશવાસીઓ સાથે ગુજરાતીઓ પણ કોરોના સંક્રમણ સામે રાહતનો શ્વાસ લેશે. આજથી આખા દેશમાં કોરોના મહામારી સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણનું અભિયાન શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સાડા દસ વાગ્યે રસી અપાવવાના દેશવ્યાપી કાર્યક્રમનો આરંભ કરાવશે તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલથી કોરોનાની રસી આપવાના કાર્યક્રમનો આરંભ કરાવશે.

Corona Vaccine / પાડોશી દેશોને કોરોના માંથી મુક્તિ અપાવશે ભારતની સંજીવની, આપશ…
રાજ્યભરમાં કોરોના રસીકરણની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.ગુજરાતમાં 161 કેન્દ્રો પરથી રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે. રસી લેવા જતાં દરેક સરકારી કર્મચારીઓએ તેમના ઓળખ કાર્ડ તેમની સાથે રાખવા પડશે. આજે પહેલા હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. સરકારી હૉસ્પિટલ્સના ડૉક્ટર, નર્સ, એક્સરે ટેકનિશિયન્સ, એમ્પ્યુલન્સ ડ્રાઈવર સહિતના તમામ હેલ્થ વર્કરને રસી આપીને આરંભ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે અંદાજે 11થી 11.30ના અરસામાં ગુજરાતભરમાં રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે.
Rajkot / વિશ્વકર્મા મંદિરમાં હાથ લગાડ્યા વિના સેન્સર થકી ઘંટનાદ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી અપાવવાનો કાર્યક્રમ પૂરો કરે તે પછી અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલથી આ કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલથી કોરોનાની રસી આપવાના કાર્યક્રમનો આરંભ કરાવશે. દરેક હેલ્થ વર્કરે તેમનું ઓળખ કાર્ડ લઈને આવવાનું રહેશે. તેમને તેમના મોબાઈલ પર એસએમએસ કરી દીધા હોવાનું આરોગ્ય કમિશનર જે.પી. શિવહરેનું કહેવું છે.ગુજરાતે પણ સૌથી મોટા રસીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરી લીધો છે. જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
PM Modi / PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે કાલે આઠ ટ્રેનોને આપશે ગ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
