Rajkot/ રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે કોરોના વેક્સિનનું 6 સ્થળોએ ઈ-લોન્ચિંગ, શહેરીજનોનો આવકાર

આજનો દિવસ સમગ્ર દેશ સહિત ગુજરાત માટે પણ એક ઐતિહાસિક બની રહ્યો હતો.વૈશ્ર્વિક મહામારી કોરોનાકાળના અંતનો પ્રારંભ થઈ ચૂકયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ સહિત દેશભરમાં કોરોના વેક્સિનનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં 6 સ્થળોએ 600 લોકોને વેક્સિન આપવામાં આવનાર છે. આજે સવારે 10-30 કલાકે વેક્સિન લોન્ચિંગના કાર્યક્રમનો મંત્રી આર.સી. […]

Top Stories Gujarat
1

આજનો દિવસ સમગ્ર દેશ સહિત ગુજરાત માટે પણ એક ઐતિહાસિક બની રહ્યો હતો.વૈશ્ર્વિક મહામારી કોરોનાકાળના અંતનો પ્રારંભ થઈ ચૂકયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ સહિત દેશભરમાં કોરોના વેક્સિનનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં 6 સ્થળોએ 600 લોકોને વેક્સિન આપવામાં આવનાર છે. આજે સવારે 10-30 કલાકે વેક્સિન લોન્ચિંગના કાર્યક્રમનો મંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો હતો.

Rajkot / કોરોનાની રસી આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો ;  કોરોના વોરિયર…

પ્રથમ તબકકામાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કોરોના વોરિયરને વેક્સિનેશન કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં ફ્રન્ટલાઈન વોરિયર જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓને વેક્સિનેશન કરાશે. વેક્સિનેશન સ્થળે મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જેમાં મેડિકલ ઓફિસર, ફામર્સિીસ્ટ, અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ, કોવિડ ડયુટીના અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.રસીકરણ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર કમ વહીવટદાર ઉદિત અગ્રવાલ, મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર લલિત વાંઝા, ડેપ્યુટી ચીફ હેલ્થ ઓફિસર ડો.પી.પી. રાઠોડ, ડો.મનિષ ચુનારા સહિતના મ્યુનિ. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટમાં પ્રથમ વેક્સિન કોરોના વોરિયર એવા તબીબોને આપવામાં આવી હતી જેમાં ડોક્ટર સામાણી, ડોક્ટર પંકજ બૂચ, ડોક્ટર હિરેન કોઠારી સહિતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા.તમામ લોકોને બેસીને અપાયા બાદ તે લોકોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હોવાનો તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

Video / PM નરેન્દ્ર મોદીએ દેશના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના, શ…

રાજકોટમાં 6 સ્થળોએ કોરોના વેક્સિનના લોન્ચિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં, કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની ઉપસ્થિતિમાં, વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં અને કોઠારિયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કોરોના વેક્સિનેશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Vaccination / મોદી સરકાર પર અખિલેશ યાદવે ફરી ઉઠાવ્યા સવાલ, કહ્યું – …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…