Cricket/ ખેલાડીઓની ફ્રેન્ચાઇઝી જાળવી રાખવા મુદ્દે BCCI જાણો શું કહ્યુ?

BCCI એ કહ્યું છે કે, જો કોઈ ખેલાડી આઈપીએલની 2021 સીઝન માટે વ્યક્તિગત રીતે હરાજીમાં સામેલ થવા માંગે છે, તો તે સીધા રાજ્યનાં સંગઠનો સાથે વાત કરશે…

Sports

BCCI એ કહ્યું છે કે, જો કોઈ ખેલાડી આઈપીએલની 2021 સીઝન માટે વ્યક્તિગત રીતે હરાજીમાં સામેલ થવા માંગે છે, તો તે સીધા રાજ્યનાં સંગઠનો સાથે વાત કરશે અને આ માટે તે ખેલાડીનાં એજન્ટ સાથે વાત કરવામાં આવશે નહીં.

BCCI એ કહ્યું છે કે, જે ખેલાડીઓની ફ્રેન્ચાઇઝી જાળવી રાખવામાં આવી રહી છે તેમની યાદી 20 જાન્યુઆરી સુધીમાં જાહેર કરવાની રહેશે. ઉપરાંત, કોઈપણ કરાર વિના ખેલાડીઓ 4 ફેબ્રુઆરી સુધી આઇપીએલ 2021 પ્લેયર કરાર સાથે પોતાનો દાવો રજૂ કરી શકે છે. આઈપીએલની હરાજી આ વર્ષે 16 ફેબ્રુઆરીએ થશે. રાજ્યનાં સંગઠનોને કહેવામાં આવ્યું છે કે જો તેઓ ખેલાડીને હરાજીમાં મૂકવા માંગતા હોય, તો તેઓએ તમામ ઔપચારિકતાઓ સાથે પોતાનું નામ મોકલવું જોઈએ. બીસીસીઆઈએ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક અંડર-19 ખેલાડીઓ માટે પણ કેટલીક શરતો નક્કી કરી છે. આવા બધા ખેલાડીઓ રાજ્યનાં સંગઠનો સાથે નોંધાયેલા હોવા જોઈએ અને ખેલાડીએ ઓછામાં ઓછું એક ફર્સ્ટ ક્લાસ અથવા લિસ્ટ એ મેચ રમેલી હોય તે આવશ્યક છે.

બોર્ડે સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા અનકૈપ્ડ ખેલાડીઓ માટે પણ એક શરત મૂકી છે અને તે એ છે કે જો તેઓ હરાજીમાં ભાગ લેવા માંગતા હોય, તો તેઓએ નિવૃત્તિ સંબંધિત દસ્તાવેજો રાજ્ય સંઘોમાંથી રજૂ કરવા પડશે. ગયા વર્ષે કોરોનાને કારણે આઇપીએલ સંયુક્ત અરબ અમીરાતમાં યોજાયો હતો પરંતુ તેમા પણ વિલંબ થયો હતો, આ એવોર્ડને મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નામે કર્યો હતો. આ વર્ષે તેનું આયોજન ક્યાં કરવામાં આવશે, તે હજી સ્પષ્ટ નથી.

Cricket / સુનિલ ગાવસ્કર વિશે ટિમ પેનનું મોટું નિવેદન કહ્યું- મને તેમના…

Cricket / ઇન્ડીયાના ખેલાડીઓની ઈજા માટે IPL જવાબદાર છે ? જાણો, કોણે કર્…

Bird-flu / ધોનીના પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યો બર્ડ ફ્લૂનો વાયરસ, જાણો વધ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો