IND vs SA/ કે.એલ. રાહુલે દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટનને બુલેટ થ્રો થી ક્યો Run Out

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ બે સફળતા મળી હતી.

Sports
temba bavuma run out

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ બે સફળતા મળી હતી. આફ્રિકન ઇનિંગ દરમિયાન કેપ્ટન કેએલ રાહુલની શાનદાર ફિલ્ડિંગ પણ મેદાન પર જોવા મળી હતી.

temba bavuma run out

આ પણ વાંચો – Shocking / કોહલીની કેપ્ટન્સી છોડવા પર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું, કહ્યુ- તેને બળજબરી સુકાની પદ છોડાવ્યું

કેપ્ટન કેએલ રાહુલે પહેલા શાનદાર રીતે બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ટાળી હતી અને થોડી જ વારમાં આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા પણ રનઆઉટ થયો હતો. કેએલ રાહુલની સીધી હિટને કારણે ભારતને ઇનિંગ્સમાં બીજી સફળતા મળી. દક્ષિણ આફ્રિકાની ઇનિંગની સાતમી ઓવરમાં જ્યારે દીપક ચહર બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ટેમ્બા બાવુમાએ મિડ-ઓફ તરફ હળવો શોટ રમ્યો અને રન ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં ઉભેલા કેપ્ટન કેએલ રાહુલે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સીધો થ્રો કર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર વાગ્યો હતો. શરૂઆતની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર કેપ્ટન ટેમ્બા બાવુમા આ વખતે વહેલા આઉટ થઈ ગયા હતા. આ રનઆઉટને કારણે દક્ષિણ આફ્રિકાની બે વિકેટ પ્રથમ દસ ઓવરમાં જ પડી ગઈ હતી. માત્ર આ રનઆઉટ જ નહીં પરંતુ આ પહેલા કેએલ રાહુલે શાનદાર ફોર બચાવી હતી.

આ પણ વાંચો – Beautiful Player / ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

જણાવી દઇએ કે, જ્યારે બોલ સીધો બાઉન્ડ્રી સુધી પહોંચ્યો હતો, ત્યારે કેએલ રાહુલ પીછો કરી રહ્યો હતો અને તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ બોલ ઉપાડતી વખતે, તેનું સંતુલન બગડ્યું, કારણ કે તેને લાગ્યું કે તે બાઉન્ડ્રીની બહાર જઈ શકે છે, કેએલ રાહુલે બોલ હવામાં ફેંક્યો અને સંતુલન સાધીને બહાર આવ્યો અને ચાર રન બચાવ્યા. આજનાં વાતાવરણમાં આ પ્રકારનું ફિલ્ડિંગ સામાન્ય બની ગયું છે, IPL કે અન્ય આંતરરાષ્ટ્રીય મેચોમાં ઘણીવાર ખેલાડીઓ આ રીતે કેચ લેતા જોવા મળે છે.