અમરેલીમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો કલેકટર કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો છે. 300 જેટલી આશા વર્કર બહેનો પગાર વધારાની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે સુત્રોચારો કર્યા. મહિલાઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચતા આ પરિસ્થિતીને પોલીસે કાબુમાં લીધી હતી. પોલીસની સમજાવટ બાદ આશાવર્કર બહેનોએ અધિક કલેકટરને આવેદન આપી રજુઆત કરી.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનોએ હલ્લાબોલ કર્યું હતું. ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આ આશા વર્કર બહેનોએ આવેદન અપાયું હતું. 300 જેટલી આશા વર્કર બહેનો કલેકટર કચેરીએ પહોચી હતી. કામગીરી સામે પગાર વધારાની માંગણી સાથે સુત્રોચારો કર્યા હતા. મહિલાઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચતા પોલીસે સ્થળે પહોચી ટોળા કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આવેદનને લઈને પોલીસ અને આશાવર્કર બહેનોના પ્રતિનિધિ વચ્ચે થોડીવાર માટે બબાલ થઈ હતી. બાદમાં પોલીસની સમજાવટ બાદ આશાવર્કર બહેનોએ અધિક કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.
Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…
Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
