પશ્ચિમ બંગાળ/ જાલપાઇગુરીમાં ભારે ધુમ્મસને કારણે અનેક વાહનો ટકરયા, 13 લોકોનાં મોત

જાલપાઇગુરીમાં ભારે ધુમ્મસને કારણે અનેક વાહનો ટકરયા, 13 લોકોનાં મોત

Gujarat Others

પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લાના ધુપગુરી શહેરમાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં છે. ગાઢ ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા સર્જાતા આ અકસ્માત થયો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સામેથી આવતા વાહનો એક બીજાને જોઈ શક્યા નહીં અને એકબીજા સાથે ટકરાયા. આ અકસ્માતમાં પથ્થરોથી ભરેલી ટ્રક પણ સામેલ થઈ હતી, જે અઅથડાયા બાદ કેટલાક વાહનો ઉપર પડ્યા હતા. જેના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

America / ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર જો બિડેનને પાઠવી શુભેચ્છા, આજે નવા યુએસ રાષ્ટ્રપતિ શપથ લેશે

સમાચાર એજન્સી એએનઆઈએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અકસ્માતનો ભોગ બનેલા વાહનને જોઇ શકાય છે અને આ અકસ્માતની તીવ્રતાનો ખ્યાલ આપે છે. વાહન ખરાબ રીતે નુકસાન થયું છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે મંગળવારે પણ ધુમ્મસને લીધે ઉત્તર પ્રદેશના મથુરા યમુના એક્સપ્રેસ વે પર પણ આવા જ અકસ્માત થયા હતા. મંગળવારે સવારે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…