ભારતના સૌથી વધુ જોવામાં આવતું કાર્ટૂન શોમાં ડોરેમોનનું નામ ચોક્કસપણે હોય છે. ફુજિકો ફુજિઓ દ્વારા રચિત આ ફિક્શન કિરદાર એક રોબોટિક મેલ કેટ છે જે ભાવિથી લઈને 22 મી સદીમાં આવી જાય છે. બાળકોને ડોરેમોંન જેટલો પસંદ છે એટલો જ પસંદ આવે છે એ છોકરો જેના ઘરમાં ડોરેમોન રહે છે. અમે તોફાની બાળક નોબિતા વિશે વાત કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ જાણે છે કે નોબિતા તેની મિત્ર શિઝુકાને લાંબા સમયથી કેટલો પ્રેમ કરે છે.
તે હંમેશાં જ શિઝુકાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે, ઘણીવાર તેઓનો ઝગડો પણ થાય છે તેમ છતાં પણ ડોરેમોન, શિઝુકા અને નોબિતા મિત્રો છે. જોકે, હવે આ વાર્તાને આગળ ધપાવાનો સમય આવી ગયો છે અને હવે ડોરેમોનની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમાં નોબિતા અને શિઝુકાના લગ્ન બતાવવામાં આવશે. વર્ષ 2014 માં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલનું નામ ‘Stand by Me Doraemon 2’ હશે. જ્યારે પ્રથમ ભાગમાં નોબિતા અને ડોરેમોનની પ્રથમ મુલાકાત અને તેમના સાહસ વિશેનો હતો, જ્યારે બીજો ભાગ બાળપણની મિત્ર શિઝુકા સાથે નોબિતાના લગ્ન વિશેનો હશે.
આ ફિલ્મ જાપાનમાં નવેમ્બર 2020 માં રિલીઝ થઈ છે અને ફેબ્રુઆરી 2021 માં ઇન્ડોનેશિયામાં રિલીઝ થશે. સીબીઆઈ પિક્ચર્સે આ સમાચાર ટ્વિટર પર શેર કર્યા છે અને આની સાથે જ નોબિતા અને શિઝુકાના લગ્ન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા છે. આ કાર્ટૂન પાત્રને પસંદ કરનારા કરોડો ચાહકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેમની ભાવનાઓ શેર કરી રહ્યાં છે.
Februari ini, kisah hangat sepanjang masa kembali ke layar lebar. STAND BY ME Doraemon 2 mulai Februari 2021 hanya di bioskop. pic.twitter.com/LTN2tN3dAn
— CBI pictures (@CBIpictures) January 19, 2021
https://twitter.com/SH3NYU3/status/1351537122121981952?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351537122121981952%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Ftwitterati-get-emotional-as-nobita-finally-marries-shizuka-in-stand-by-me-doraemon-2-tmov-1195010-2021-01-20
https://twitter.com/qayyimahtul/status/1351502748961763331?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351502748961763331%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Ftwitterati-get-emotional-as-nobita-finally-marries-shizuka-in-stand-by-me-doraemon-2-tmov-1195010-2021-01-20
https://twitter.com/levicorpus20/status/1351541088306139136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351541088306139136%7Ctwgr%5Eshare_1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Ftwitterati-get-emotional-as-nobita-finally-marries-shizuka-in-stand-by-me-doraemon-2-tmov-1195010-2021-01-20
Nobita is getting married that too with Shizuka.
So now we can all agree on "2021 is going to be a really good year".— ً (@Abhishek_5harma) January 19, 2021
એક યુઝરે લખ્યું, “જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે, ત્યારે હું મારું બાળપણ છેલ્લી વખત જીવીશ અને જ્યારે હું નોબિતા અને શિઝુકાના લગ્ન જોઇશ ત્યારે મારી આંખોમાં ખરેખર આંસુ આવી જશે. સાથે જ ડોરામનને પણ તેનો ગર્વ થશે. અન્ય એક યૂઝરે રડતા ઇમોજી શેર કરતા લખ્યું, “ઓહ નોબિતા મારી પહેલા લગ્ન કર્યાં”. જ્યારે એકે લખ્યું કે લૂક, નોબિતા શિઝુકા લગ્ન કરી રહી છે. હવે માની લો કે 2021 આપણા માટે ખૂબ સારું રહ્યું છે. લોકો દ્વારા ટ્વીટ કરીને આવી ઘણી રમૂજી અને ભાવનાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
